મહા ગુજરાત લડતમાં શહિદો ની યાદ માં વિરમગામ શહેરમાં બનાવેલ ‘શહિદ બાગ’ ખૂદ શહિદી ના આરે !!!

0
315

 

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ પૂર્વે શહિદ બાગ હર્યુ ભર્યું કરવા લોકમાગ

મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત ની માંગણી ના સંદર્ભમાં 1956 મા ઇન્દુલાલ યાજ્ઞિક ની મહાગુજરાત લડતમાં અમદાવાદ ખાતે શહિદ થયેલા વિરમગામ ના વતની અને યુવાન પનોતા પુત્ર શહિદ કૌશિક વ્યાસ તથા મહાગુજરાતની લડતમાં અન્ય શહિદો ની પુણ્યસ્મૃતિ માં શહિદ સ્મારક તરીકે વિરમગામ શહેરમાં જાહેર જનતા માટે શહિદ બાગ બનાવવા માં આવ્યો હતો ત્યારે અત્યાર સુઘી વિરમગામ નગરપાલિકા ના વહિવટદારોની ઉપેક્ષાવૃત્તિ તથા ભ્રષ્ટાચાર આદરી શહિદ બાગ દિવસેને દિવસે વેરાન બન્યો છે. વર્ષોથી વિરમગામ શહેરમાં નગરપાલિકા વિરમગામના જ સત્તાઘીશો બદલાતા ગયા પંરતુ આ શહિદ બાગ સામે કોઇએ નજર કરીને પણ જોયું નથી. અનેકવાર વિરમગામ શહેરના શહિદ બાગના રિનોવેશન માટે નગરપાલિકાની ગ્રાન્ટો ક્યાં વપરાઇ તે વેરાન પડેલા શહિદ બાગ બતાવે છે. નવીનીકરણ થાય તેવું કોઇ કામ આજની તારીખમાં શહિદ બાગ શહેરનાં નાગરીકો અને જાહેર જનતા ને જોવા મળ્યુ નથી
વિરમગામ શહેરમાં શહિદ કૌશિક વ્યાસની યાદમા બનાવેલાં શહિદ બાગ હાલત બિસ્માર હાલતમાં છે બાગને જોતા એવું લાગે છે કે આ કોઇ વેરાન જગ્યા જ પડી છે ઝાડપાન ખરી પડ્યા છે, બાળકો માટે ખેલવા કુદવા કે સમી સાંજે લટાર મારવા નીકળતા આમ જનતાને બેસવાની પણ વ્યવસ્થા નથી હાલ જમીન પર લગાવવા માટે પત્થરો શોભાના ગાંઠીયા બન્યાં છે. અને અબોલ જીવો માટે ઢોરવાડો બની જવા પામ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 57 ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ઉજવણી નિમિત્તે શહેરમાં વિવિઘ જગ્યાએ રંગોરોપાન કરવામાં આવ્યું છે ત્યારે આ શહિદ બાગ વિરમગામ તાલુકાના સેવાસદન મુખ્ય કચેરી સામે આવેલ છે. ત્યારે ગુજરાત ગૌરવ દિવસ ની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ખાતે મહાગુજરાત લડતમાં શહિદી વ્હોરનાર કૌશિક વ્યાસની પુણ્યસ્મૃતિ માં બનાવેલ શહિદ બાગ ને રિનોવેશન કરી બાગ ને હર્યુભર્યુ બનાવે તેવી લોકમાગ છે અને એજ શહિદો ને સાચી શ્રઘ્ઘાંજલી આપી ગણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here