મહિસાગર અને ખેડામાં ઉત્તરપ્રદેશના ફસાયેલા 1,400 થી વધુ પ્રવાસી શ્રમવીરોને દાહોદથી ટ્રેન મારફત રવાના કરાયા

0
89

દાહોદ રેલ્વે સ્ટેશનથી આજે તા.૧૮/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ સાંજે પ્રવાસી શ્રમવીરોના ત્રીજા સમુહને વિશેષ ટ્રેન મારફત તેમના વતન માટે રવાના કરવામાં આવ્યા હતા. જેમાં દાહોદથી બસ્તી સુધી આ ટ્રેન ચલાવવામાં આવી છે. વચ્ચે કાનપુર અને અલીગઢ, ફેઝાબાદ પણ આ ટ્રેન રોકવામાં આવશે.

આ પહેલા બે ટ્રેન મારફત પ્રવાસી શ્રમવીરોનો તેમના વતન મોકલવાની કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આજની આ શ્રમિક વિશેષ ટ્રેનમાં ખેડા તથા મહિસાગર જિલ્લામાં ફસાયેલા ૧,૪૦૦ થી વધુ પરપ્રાંતીયોને પણ દાહોદથી ઉત્તરપ્રદેશ તેમના વતન મોકલવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here