મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે અખિલ ગુજરાત કલાલ સમાજ મહામંડળ દ્વારા સાધારણ સભા અને સ્નેહ સંમેલનનું ભવ્ય આયોજન

0
628

 PRAVIN KALAL –FATEPURA 

કલાલ સમાજના વિકાસ અને સમાજના ઉત્કર્ષ માટે સર્વાંગી વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસ સાથે વિશ્વાસથી કામ કરી આપણી ભાવિ પેઢીના વિદ્યાર્થીઓનો વિકાસ થાય આપણા સમાજનું નામ રોશન થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે અને આ કાર્યક્રમમાં સર્વે કલાલ સમાજના સૌનો સાથ સૌનો વિકાસના વિશ્વાસથી એકબીજાને મદદગાર બની સમાજના વિકાસ અર્થે તન, મન અને ધનથી એકબીજાને મદદગાર બનીએ તે હેતુસર આ સાધારણ સભા અને સ્નેહ સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં આપણા સમાજના સમગ્ર ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી કલાલ સમાજના અગ્રગણ પધારી અને આનો લાભ લે તેવી સમાજ દ્વારા આપ સર્વેને પ્રાર્થના છે. આ મીટીંગનું આયોજન  તા.૩૦/૦૬/૨૦૧૯ ને રવિવારના રોજ સવારના ૦૯:૩૦ કલાકથી મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે નવા રામદ્વારા, પ્રતાપપુરા, સંતરામપુર. જે.એચ. મહેતા હાઈસ્કૂલના સામે રાખવામાં આવ્યું છે. જેથી સમાજના સર્વે વડીલ બંધુઓ, મિત્રો અને મહિલાઓ આ સેવાનો લાભ લઈ વિકાસમાં મદદગાર બને તેવી સમાજના કાર્યકરોની આશાઓ છે. આ મીટીંગનું આયોજન મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના કલાલ સમાજ દ્વારા કરવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here