દાહોદ જિલ્લાના ફતેપુરાનાં પરિવારને સંતરામપુર જતા રસ્તામાં નડ્યો અકસ્માત : પુત્ર અને પાડોશી બહેનને ગંભીર ઇજા, માતાનું મૃત્યુ

0
335

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ગઇ કાલના અકસ્માત ના બનાવ બાબતે સ્મશાનયાત્રામાં હિંદુ – મુસ્લિમ તેમજ દરેક સમાજના લોકો જોડાયા હતા. ફતેપુરામાં ગઈ કાલ તા.૧૯/૦૯/૨૦૧૯ ને ગુરુવારના રોજ રાત્રિના સમયે ફતેપુરાના અગ્રવાલ સમાજના સુભાષભાઈના પુત્ર અને સુભાષભાઈની પત્ની તેમજ પડોશી બહેન સાથે કોઈક કારણસર સંતરામપુર જવા નીકળ્યા હતા ત્યાં રસ્તામાં ગલાલપુરા બસ સ્ટેશન પાસે ગાડીના ડ્રાઈવરને રોડ ઉપર ખાડો હતો તે અને તેમાં પાણી ભરાયેલ હોવાથી ખાડો ના જોવાતા ગાડી સ્પીડમાં ખાડામાં પડતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બેસતા ગાડી અનબેલેન્સ થઈ સામેની બાજુ મકાનના ઓટલા સાથે ટકરાઈ પલટી મારી ગઇ હતી. તેમાં સુભાષભાઈની પત્નીને માથાના ભાગે વાગી જતા સરકારી દવાખાને ફતેપુરા લાવતા તપાસ કરતા તેઓને મૃત જાહેર કરેલ હતા અને પડોશી બહેન ને સારવાર અર્થે સંતરામપુર રિફર કર્યા હતા વધુમાં ફતેપુરા નગરમાં ગહેરો શોક સાથે આખા નગરમાં શોક વ્યાપી ગયો હતો અને તેઓની સ્મશાનયાત્રામાં હિંદુ – મુસ્લિમ તેમજ સર્વે સમાજના લોકો જોડાયા હતા. તો પણ સતત ચાલુ વરસાદમાં પણ ફતેપુરાના વેપારી મિત્રો તથા અનેક ધર્મના લોકો આ સ્મશાનયાત્રામાં જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here