મહેસાણામાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સંગઠન પર્વ ઉજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો

0
175
ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મુખ્ય શહેર મહેસાણામાં તા.૨૧/૦૭/૨૦૧૯ રવિવારના રોજ રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સંગઠન પર્વની ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રીમતી શારદાબેન, અતિથિ વિશેષ તરીકે રજનીભાઈ પટેલ, ખોડાભાઈ પરમાર, વસંતભાઇ રાવલ, મનુભાઈ પટેલ તથા મનુચંદ્ર ગોહેલ હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સંજયભાઈ રાવ, ભરતભાઈ ખુમાણ, અધ્યક્ષા ઉષાબેન પટેલ તેમજ સંતો-મહંતોએ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં એક નાની દીકરીએ “બેટી બચાવો” નું એકાંકી નાટક રજુ કર્યું હતું. જેમાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ એકાંકી નાટકને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ “બેટી બચાવો – બેટી પઢાવો” મેડિકલ, સમાજ ઉપયોગી સેવા બિરદાવી હતી. રાષ્ટ્ર શક્તિ એકતા મંચના એક વર્ષના કાર્યકાળ પૂર્ણ થયાના અનુસંધાને આયોજન કરેલ જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન પટેલ, ઉપાધ્યાય ભરતભાઈ ખુમાણ, રાષ્ટ્રીય મહાસચિવ સંજયભાઈ રાવ, સંયોજક ધર્મેન્દ્ર શાંતિના નેજા હેઠળ ખુબ જ સરસ રહ્યું. તેની ઉજસણો સંગઠનના તમામ જિલ્લા, તાલુકાના હોદ્દેદારો હાજર રહી દીપી ઉઠ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ દ્વારા સંગઠનનો પરિચય આપવામાં આવ્યો હતો. ઉપાધ્યક્ષ ભરતભાઈ ખુમાણે કાર્યક્રમને શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં દાહોદ શહેરના C.V. UPADHYAYA સર પણ હાજર રહ્યા હતા. તથા અમરેલી જિલ્લા પ્રમુખ હેમંતભાઈ ત્રિવેદીએ પણ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here