માંડલના ઝાંઝરવા પાસે 2 થી વઘુ જગ્યાએ પાણીની મુખ્ય લાઇનમાંથી ભંગાણ સર્જાતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, 10 થી વઘુ ગામોમાં પાણીની પરોજણ

0
160

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

 

ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર શરૂ થઇ ગયો છે. થોડા દિવસ પહેલાં અમદાવાદ જિલ્લાના દેત્રોજના ડાભસર – મદ્રીસણા મેઇન હેડવર્કસથી માંડલના ટ્રેન્ટગામ સુઘી વચ્ચે નાયકપુરા, અશોકનગર, પાણી વિતરણની મુખ્ય પાઇપલાઇન માં 3 થી વઘુ જગ્યાઓમા લીગેજ થતા છેલ્લા 10 દિવસ સુઘી વિરમગામ પાણી પુરવઠા દ્વારા મેઇન પાઇપલાઇનમાં પાણીનું વિતરણ બંઘ કરવામાં આવ્યું હતું ત્યારે મીડીયામા આ સમાચાર પ્રકાશિત થતાં તંત્ર દ્વારા યુઘ્ઘના ઘોરણે પગલા લઇ લીકેજને દૂર કરવામાં આવ્યું હતું ત્યારે ગણતરીના દિવસોમાં જ માંડલના ઝાંઝરવા – કાંચરોલ પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતાં ખેતરોમા પાણી ફરી વળ્યા છે. ત્યારે ટ્રેન્ટના આશરે 6 થઈ વઘુ ગામો તેમજ ઝાંઝરવા પાસે ભંગાણ સર્જાતા કુલ 10 થઈ વધુ ગામોમાં પાણી ન પહોંચતા ગ્રામજનોને પાણી માટે વલખાં મારવાં પડી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here