માહિતી નિયામક કચેરી, પ્રેસ એકેડેમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી દાહોદ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” પરિસંવાદ અને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી

0
105

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

માહિતી નિયામક કચેરી, પ્રેસ એકેડેમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી દાહોદ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્વતંત્ર સંગ્રામમાં દાહોદ જિલ્લાનું યોગદાન અંગે એક પરિસંવાદ કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ સંકુલમાં કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લા કલેકટર, ડીડીઓ, ઇલાબેન દેસાઈ નાયબ માહિતી નિયામક, માહિતી નિયામક વડોદરા તેમજ માહિતીના અન્ય અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

માહિતી નિયામક કચેરી, પ્રેસ એકેડેમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી દાહોદ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્વતંત્ર સંગ્રામમાં દાહોદ જિલ્લાનું યોગદાન અંગે એક પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમનું સંચાલન કરતા શરૂઆત માહિતી વિભાગના દર્શનભાઈ ત્રિવેદીએ કરી હતી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને કહ્યું હતું કે અમને સરકાર દરેક યોજનાઓનો લાભ આપતી હોય છે જેનો ઉપયોગ લોકોએ કરવો જોઈએ અને સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ અને કહ્યું હતું કે દાહોદ જિલ્લો આમ તો શાંત જિલ્લો છે અને પત્રકારોને કહ્યું હતું કે આપના થકી તંત્ર દ્વારા થતી સારી પ્રવૃત્તિઓ લોકો સુધી પહોંચાડવી જોઈએ અને આપણે સાથે મળી આ મહોત્સવને સાર્થક બનાવીએ.

THIS NEWS IS SPONSOTED BY –– SHRI KRISHNA SWEETS

આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસવીએ જણાવ્યું હતું કે આપણા દેશને જે શુરવીરોએ આઝાદી અપાવી છે તેમને અને તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરીએ અને દેશને રાષ્ટ્ર બનાવીએ કારણ કે દેશ ઇતિહાસના પન્ના ઉપર હોય છે અને રાષ્ટ્ર આપણા હૃદયમાં વસેલું હોય છે. જેથી આપણે રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી કરીશું તો એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થશે. એક મજબૂત રાષ્ટ્ર માટે જ આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની જાહેરાત કરી અને તેને જનજન સુધી પહોચાડવા માટે પત્રકારોએ પણ એક મોટી પહેલ કરવી પડશે.

સમાજ સુધારક ઇલાબેન દેસાઈ એ કહ્યું કે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આપણાં ખોળામાં એક ફૂલ આવીને પડ્યું તે હતું તે આઝાદીનું ફૂલ. અને આ આઝાદી રૂપી મળેલ અમૃત તુલ્ય અમૂલ્ય ફૂલને જાળવી રાખવાની જવાબદારી આપણી છે જે આપણને કેટલા ખમીરવંતા આઝાદીના અનેક શહીદોના બલિદાન પછી મળી હતી અને જેમાં દાહોદના લોકોનો પણ સિંહ ફાળો છે. જેમને આપણે વીસરી ન જઈએ અને નવી પેઢીના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ દેશના ઇતિહાસને સાચી રીતે જાણે અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બને તે માટે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ માહિતિ ખાતાના એડિટર મહેન્દ્ર પરમારએ કરી હતી.

CLEAN YOUR HAND REGULARLY WITH OXI9 POMEGRANATE HAND SANITIZER

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here