મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારીયા તાલુકાના લોક સંવાદ સેતુ કાર્યક્રમો યોજાશે

0
541

logo-newstok-272-150x53(1)Editorial Desk – Dahod

રાજયના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને તા.૨૩-૪-૨૦૧૬ના રોજ ધાનપુર અને દેવગઢબારીયા તાલુકાના લોકસંવાદ સેતુ કાર્યક્રમો યોજાશે. તદનુસાર ધાનપુર તાલુકાનો લોક સંવાદસેતુ કાર્યક્રમ ધાનપુર તાલુકા પંચાયત કચેરી, ધાનપુર ખાતે જયારે દેવગઢબારીયા તાલુકાનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ પ્રાંત કચેરી, દેવગઢબારીયા ખાતે બપોરે ૧૫=૦૦ થી ૧૮=૦૦ કલાક દરમિયાન યોજાશે.
આ લોક સંવાદસેતુ કાર્યક્રમ માટે આમ જનતાએ પોતાના પ્રશ્નો તા.૧૯-૪-૨૦૧૬ ના રોજ સાંજે ૧૮=૧૦ કલાક સુધીમાં સંબધિત મામલતદારશ્રીને પહોંચાડવાના રહેશે. જમીન, મિલકત સંબધિત દાવાઓ, દિવાની/મહેસુલી કોર્ટમાં પડતર હોય કે પડકારવા પાત્ર હોય તેવી બાબતોની રજૂઆત કરી શકાશે નહીં. લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં વ્યકિતગત, સામૂહિક વિકાસ કે પ્રજા લક્ષી પ્રશ્નો પુછી શકાશે. કોઇ એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નોની રજૂઆત કરી શકશે એમ જિલ્લા કલેકટર એમ.એ.ગાંધીએ જણાવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here