મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રંગારંગ ઉજવણી કરાશે : કલેક્ટર કચેરી ખાતે ઉજવણીના આયોજનની બેઠક યોજાઇ

0
121

 THIS NEWS IS SPONSORE BY –– RAHUL MOTORS ( HONDA ) 

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ ખાતે આગામી તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને ઉજવણીના આયોજનની એક બેઠક જિલ્લા – તાલુકાના અધિકારીઓ સાથે યોજવામાં આવી હતી. જેમાં સ્ટેજ વ્યવસ્થા, જનમેદની માટેની બેઠક વ્યવસ્થા, કાયદો અને સાંસ્કૃત્તિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓના સુચારૂં કામગીરી માટે આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ વિવિધ કામગીરીઓ માટે અધિકારી કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી હતી.

ઉજવણીના કાર્યક્રમમાં લાર્ભાથીઓને લાભોના વિતરણ સાથે તેજસ્વી વિધાર્થીઓ, રાજય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકેલા ખેલાડીઓ, પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, સમાજને વિશિષ્ટ પ્રદાન કરનાર સમાજ સેવકોને સન્માનવા બાબતે પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને જનહિતના કામોના ભૂમિપૂજન અંગે પણ ચર્ચા કરી આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પ્રાયોજના વહિવટદાર સહિત તમામ સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here