મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અંતર્ગત વિરમગામમાં બાઇક રેલી કાઢવામાં આવી

0
137

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

– વિરમગામ શહેરના ૨૦૦૦થી વધુ ઘરોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ કરાયુ

મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અભિયાનના ભાગરૂપે વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ હેલ્થ સેન્ટરના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. તાલુકા સેવા સદન ખાતે સવારે પ્રાન્ત ઓફિસર પ્રશસ્તિ પારીક દ્વારા લીલી ઝંડી બતાવીને બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. બાઇક રેલી વિરમગામ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લોકોને મેલેરીયા નાબુદી અંગે સમજ આપી હતી. રેલી પુર્ણ થયા બાદ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિરમગામ શહેરમાં ૨૦૦૦થી વધુ ઘરોમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, જીલ્લા IEC ઓફિસર વિજય પંડિત, TIECO એસ.એલ.ભગોરા, તાલુકા સુપરવાઇઝર કે.એમ. મકવાણા, નીલકંઠ વાસુકીયા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, આયુષ મેડિકલ ઓફિસરો, સુપરવાઇઝરો સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વાહકજન્ય રોગ જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના નિદાન માટે તાવએ રોગનું મુખ્ય ચિન્હ છે. તાવના ચિન્હ ધરાવતા રોગના દર્દીનું સમયસર નિદાન કરીને સંપુર્ણ સારવાર પુરી પાડવામાં આવે તો લાભાર્થીને પડતી શારીરિક અને આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવી શકાય છે. હાલમાં રાજ્યમાં આરોગ્ય કાર્યકરો દ્વારા પખવાડીક સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે જનસમુદાયમાં રહેલ તાવના કેસ અંગેની જાણ થાય છે. સર્વેલન્સ દરમ્યાન વ્યક્તિ હાજર ન હોય તો તાવના કેસનું રીપોર્ટીંગ થઇ શકતુ નથી. ૧૦૪ ફિવર હેલ્પલાઇન કાર્યાન્વિત થતા ફોન કોલ દ્વારા થતા રીપોર્ટીંગની મદદથી તાવના કેસના દર્દી સુધી ૨૪ કલાકની અંદર પહોચીને દર્દીને સંપુર્ણ સારવાર આપવામાં આવશે. વિરમગામ શહેરમાં મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અંતર્ગત બાઇક રેલી કાઢવામાં આવી હતી. રેલી પુર્ણ થયા પછી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ૨૦૦૦થી વધુ ઘરોમાં સર્વેલન્સ કરીને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને લોકોને મેલેરીયાથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here