મોદી શાસનને હિન્દુઓના વચન યાદ કરાવવા ગુનો છે : ડો.તોગડીયા

0
374

SPECIAL REPORT – NEHAL SHAH DAHOD – EDITOR IN CHIEF NEWSTOK24 

તાજેતરમાં દેશની રાજનીતિમાં ખુબ ઉત્તર ચઢાવ આવ્યા છે અને દલિત સવર્ણ અને પાટીદારો પોતાના હક્કો માટે લડી રહ્યા છે. તે બાબતે એક દુઃખની વાત છે કારણ કે હિંદુઓના ટેકે અને હિંદુઓની કહેવાતી ભાજપ સરકાર ચારે બાજુથી ઘેરાઈ રહ્યું છે પછી તે શિવસેનાએ ઘેર્યું હોય કે દલિતોએ કે પછી પાટીદારોએ ઘેર્યું હોય કે ડો. તોગડિયાએ. દરેકના પોતપોતાના મુદ્દાઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જો સૂઝબૂઝથી વિચારીએ તો હિંદુત્વના વિચાર ધારા વાળી ભાજપ સરકાર હિંદુઓથી જ ઘેરાઈ ગઈ છે. તો શું તમામ હિંદુઓના મુદ્દા ખોટા છે જેના માટે ડો. પ્રવીણ તોગડીયા સતત માંગણી કરતા આવ્યા છે ? તો પછી એનો હલ કેમ નથી લાવવામાં આવતો અને નથી તો તમે જ એટલે કે જાણતા જ નક્કી કરો ચાલો કે આરક્ષણનો મુદ્દો એક તરફી હોઈ શકે પરંતુ શું આ મુદ્દાઓ જેવાકે સંસદમાં રામ મંદિર મુદ્દે કાયદો બનાવવો, 370મી કલમ નાબૂદ કરવી, કાશ્મીરી પંડિતોને વસાવવા, કોમન સિવિલ કોડ, બાંગ્લાદેશીયો ને વિદાય આપવી, ગૌ હત્યા બંદી દાખલ કરવી અને કાશ્મીરમાં લશ્કરને છુટ્ટો દોર આપવો.

THIS NEWS IS SPONSERED BY – RAHUL MOTORS DAHOD 

 

આ મુદ્દાઓ આરક્ષણની પેરીટીના ગણાય ? ડો. તોગડિયાનું એ જ કેહવું છે કે ભાજપની બહુમતી વાળી સરકાર હિંદુત્વના મુદ્દે બની છે અને ચાર વર્ષમાં તેને હિંદુઓ માટે શું કર્યું ? તે માત્ર સમજાવે ઉલ્ટા ગૌરક્ષકોને વડાપ્રધાન જેવા વ્યક્તિએ ગુંડા શબ્દ વાપરી ગૌમાતાનું રક્ષણ કરનારોનું અપમાન કર્યું તેમને પણ દબાવાની કોશિશ કરી. જે હિન્દૂ નીતિથી ચાલવાની શરૂઆત કરે છે તેને યેનકેન પ્રકારે શાંત કરી દેવામાં આવે છે. મને પણ દબાણ પૂર્વક કહેવામાં આવ્યું કે સંસદમાં પ્રસ્તાવ લાવવા અને રામ મંદિર જેવા મુદ્દા છોડો નહીતો વિશ્વ હિન્દૂ પરિષદ છોડો. એટલે મેં કીધું કે હું હિન્દુસ્તાનનો નાગરિક છું અને હિન્દુત્વ મારા લોહીમાં છે. જીવીશ ત્યાં સુધી હિન્દૂ અને હિન્દુત્વ તેમજ રામ મંદિર માટે લડતો રહીશ. મને કોઈ ટેન્ડેરો લેવાના નથી મારે કોઈ નોકરી જોઈતી નથી. એશિયાના દસ કેન્સર સ્પેશિયાલિસ્ટમાં ડો. તોગડીયા નું નામ છે અને પોતે 41 વર્ષની નાની આયુમાં પોતે પોતાના ઘર સંસાર અને પરિવાર તેમજ હોસ્પિટલનો ત્યાગ કરી માત્ર કર્ણાવતી કાર્યાલય પર લાકડાના એક સદા પલંગ પર સાધુ જેવી જિંદગી ગુજારતા આવા વ્યક્તિ કે જેઓને કોઈ પણ વાતનું અભિમાન નથી જેને સંતો નત મસ્તક થઇ જાય છે. તેવા હિન્દુવાદી ચેહરાને સંઘ પણ જોયા જાણ્યા અને વિચાર્યા વગર સાઈડ લાઇન કરે તો આ દેશમાં શિવાજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાલઠાકરે અને હાલમાં પ્રવીણ તોગડીયા જે માત્ર હિંદુઓ માટે પોતાનું જીવન સમર્પિત કરીને બેઠા છે તેમના માટે આજે જો હિંદુઓ નહિ જાગે તો ફરી ક્યારેય જાગવાનો મોકો નહિ મળે તેવું એક અખબારી યાદીમાં એક વહીપના કાર્યકર્તાએ જણાવ્યું હતું.

 

                                                HONDA CLIQ

ડો. પ્રવીણ તોગડિયાએ ત્રણ દિવસ ઉપવાસ કાર્ય હતા પરંતુ ત્રીજે દિવસે સંતો અને કાર્યકર્તાઓએ આત્મવિલોપનની વાત કરતા પ્રવીણ તોગડિયાને પારણા કરવા પડ્યા હતા. અને તેઓ કહ્યું હતું કે મને નથી નરેન્દ્રભાઈ મોદીનો વિરોધ કે નથી મને સરકારનો વિરોધ. હું તો માત્ર એજેન્ડા મુજબના નક્કી થયેલા 6 મુદ્દાઓ છે તેને ઉપર કંઈક થાય તેના માટે અવાજ ઉઠાવતો હતો, ઉઠાવું છું અને ઉઠાવતો રહીશ. તેવી રજુઆત તેમને NewsTok24ના એડિટર ઈન ચીફ નેહલ શાહ સાથેની વાતચીતમાં કરી હતી.

 HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here