રંગ પરીવાર ગરબાડા-ગાંગરડી દ્વારા રંગ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

0
252

Priyank Chauhan Garbada

 

રંગ પરીવાર ગરબાડા-ગાંગરડી દ્વારા આજરોજ તારીખ.૨૯/૧૦/૨૦૧૭ ના રોજ ગરબાડા ખાતે આવેલ રંગ કુટીર ઉપર રંગ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

     પૂજ્ય નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિની ઉજવણી નિમિતે આજરોજ વહેલી સવારે ૫:૦૦ કલાકે ગણપતિ મંદિરેથી રંગ અવધૂતની ધૂન સાથે ગરબાડા નગરમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ સવારે ૧૦:૦૦ કલાકે રંગ કુટીર ઉપર પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાદુકા પૂજનનો કાર્યક્રમ પત્યા બાદ દત્તધૂન, ભજન તથા રંગ અડતાલીશા, દત્તબાવનીના પાઠનું સમૂહમાં પઠન કરવામાં આવ્યું હતું તથા ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે પૂજ્ય રંગ અવધૂત મહારાજ તથા દત્ત ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતાઅને આ ઘાર્મિક કાર્યક્રમનો લ્હાવો લીધો હતો. 

      અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા ખાતે આવેલ રંગ કુટીર ઉપર દરવર્ષે રંગ જયંતિ, દત્ત જયંતિ તથા ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.

        BYTE >> વિપુલ જોશી, ગરબાડા >>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here