રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની જામીન અરજી પર આજે ચુકાદો આવી ગયો છે જેમાં હાર્દિક પટેલને શરતી જામીન આપવામાં આવ્યા

0
197

Rakesh maheta

Rakesh Maheta – Bureau Arvalli 

રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની જામીન અરજી પર આજે ચુકાદો આવી ગયો છે જેમાં હાર્દિક પટેલને શરતી જામીન આપવામાં આવ્યા છે.ગુજરાત હાઈકોર્ટે 6 મહિના ગુજરાત બહાર રહેવાની શરત પર હાર્દિકને જામીન આપ્યા છે.જસ્ટીસ એ.જે.દેસાઈએ ચુકાદો સંભળાવ્યો હતો.કોર્ટે જણાવ્યું કે હાર્દિકે ફરી બાંહેધરી આપવાની રહેશે કે તે રાજ્યમાં આંદોલન શાંતિપૂર્વક ચલાવશે.
ઉલ્લેખનીય છેકે હાર્દિક ઓક્ટોબર 2015થી જેલમાં બંધ હતો.રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમ પાસેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.આ પહેલાં અમદાવાદ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. બંને પક્ષે દલીલો બાદ સેશન્સ કોર્ટે હાર્દિકને 20મીએ ફરી રજૂ કરવાનો આદેશ કર્યો હતો.કોર્ટમાંથી બહાર નીકળતી વખતે હાર્દિકે પત્રકારોને કહ્યું હતું કે,’મને ન્યાય તંત્ર પર પુરો ભરોસો છે’.
ગત સુનાવણીમાં, ‘હાર્દિકને એક દિવસ માટે પણ છોડવામાં આવે તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ શકે, તેવી સરકારે રજૂઆત કરી હતી.’, બીજી તરફ જામીન આપવા માટે કોર્ટ 6 માસ સુધી ગુજરાત બહાર રહેવાની શરત લાગુ કરશે તો તે પણ માન્ય રહેશે, તેવી હાર્દિક તરફે એફિડેવિટ સાથે રજૂઆત કરાઈ હતી હાદિૅક ને જામીન મળતા ફટાકડા ફાેડીપાટીદારાે અે ઊજવણી થઈ.

navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here