રાજય સરકાર દ્વારા નવા આચાર્યની ભરતી થતા ફતેપુરા તાલુકામાંથી આચાર્યની નિમણૂક થઈ

0
340

PRAVIN KALAL –– FATEPURA 

THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS (HONDA) 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની બલૈયામાં શ્રેયસ હાઇસ્કૂલમાં શિક્ષક અલ્કેશભાઇ પ્રજાપતિ ફરજ બજાવતા હતા જે નાની વયે બેસ્ટ ટીચર એવોર્ડ મેળવી અને બલેયા શ્રેયસ હાઈસ્કૂલનું પોતાનું અને શાળા એમ બંનેનું નામ રોશન કર્યું હતું તેવા અને આદિવાસી વિદ્યાર્થીઓને વિસ્તારના અનુરૂપ શિક્ષણ આપી તેઓએ તેમનું નામ ઉંચુ લાવ્યા હતા અને વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર સેન્ટર પણ ખોલી આ વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ટેકનોલોજીનું જ્ઞાન પણ આપ્યું હતું અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે ફતેપૂરા તાલુકામાં તાલુકાના વિસ્તારમાં ઇંગ્લીશ મીડીયમ અને ગુજરાતી મીડીયમ શાળાના સંચાલક પ્રમુખ તરીકે નવીન શાળામાં શિક્ષણનો વધુ વિકાસ થાય અને ગરીબ બાળકો ભણે તે મહાન સેવાનો લાભ લેવા પ્રગતિ કરી રહ્યા છે હાલ તેઓએ સ્કૂલમાંથી વિદાય સમારંભ યોજી કમલ વિદ્યાલયમાં આચાર્ય તરીકેની નિમણુંક મેળવી ચાર્જ સંભાળ્યો હતો અને શિક્ષણ પ્રતિ વધુવ્યાપ વધારવા માટે મહેનત કરી અને વિદ્યાર્થીઓનું ભાવિ સુધારવા માટે પ્રયત્નશીલ બનીસ તેવી રજૂઆત તો કરી  વિદ્યાર્થીઓનું ઓનું દિલ જીતી લીધું હતું વધુમાં આ સમારંભમાં સંચાલક મંડળના પ્રમુખ મંત્રી બલૈયા સ્કૂલના આચાર્ય અને બાલ રીમાન્ડ હોમના જિલ્લા અધિક્ષક તેમજ ઓમ શાંતિ માંથી પધારેલ દીદીઓએ પણ બાળકોને સમજણ આપી હતી. આ બધાએ મળી અને ગ્રામજનો દ્વારા સર્વે આવકારી ફુલહારથી સ્વાગત કર્યું હતું અને ચાર્જ સંભાળ્યો હતો અને બધા મળી વૃક્ષારોપણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here