રાજસ્થાનના ભીલવાડાથી આવેલ ૧૨ જેટલા વ્યક્તિઓને ફતેપુરાના વટલી જાત્રી ફળિયામાં હોમ કોરોન્ટાઇન્સ કરવામાં આવ્યા

0
142

દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીનાઓએ જાહેરનામું બહાર પાડેલ છે કે વિશ્વના દેશો તથા સમગ્ર ભારતમાં તથા તાજેતરમાં ગુજરાતમાં નોવેલ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયેલા છે. જેથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રોગને “પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન” જાહેર કરેલ છે. આવા રોગોનો ફેલાવો ખૂબ ઝડપથી થાય છે. તે અટકાવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર સરકાર તથા મુખ્ય સચિવ ગુજરાત સરકારનાઓએ માર્ગદર્શિકા બહાર પાડેલ છે. જેની અમલવારી કરાવા તેમજ આ રોગોના કારણે થતી ખુવારી અટકાવવા દાહોદ જિલ્લા હદ વિસ્તારમાં કોરોના વાયરસના રોગને અટકાવવા અને નાગરિકો માં ભયનું વાતવરણ ફેલાય નહીં તેમજ કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે જાહેરમાં લારી ગલ્લા તેમજ દુકાનો ચાલુ રાખી એમાં જ વાહનોમાં આવી એક સ્થળે ભેગા થવું નહીં અને હેરાફેરી કરવી નહીં તેમજ ગંદકી ફેલાવી નહીં વિગેરે મતલબનું જાહેરનામું બહાર પાડેલ હોય તે આધારે લોકોની સુખાકારી માટે જાહેરનામાનો ચુસ્ત પણે અમલ કરાવવા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબનાઓએ તેમજ ઝાલોદ ડિવિઝન બી.વી. જાદવ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. એડના માર્ગદર્શન હેઠળ ગત રોજ તા.૨૯/૦૩/૨૦૨૦ ને રવિવારના રોજ ફતેપુરા તાલુકા હેલ્થ ઓફિસર કિરણભાઈ રસુલભાઇ હાન્ડાનાઓને માહિતી મળેલ કે માધવા PHC તથા બલૈયા CHC વિસ્તારમાં રાજસ્થાનના ભીલવાડા વિસ્તારમાંથી કેટલાક ઇસમો વટલી ગામે જાત્રી ફળિયામાં તેમજ મોટીરેલ પૂર્વ ગામે આવેલ છે. તે આધારે તેમના હોસ્પિટલની કોરોના વાયરસ ઓન ડ્યુટી ટીમના માધવા PHC ના ડો.હિતેશભાઈ કલસીંગભાઈ ચારેલ તેમજ લલિતભાઈ પારગી MPHW તથા બલૈયા CHC ના ડો.હિરલબેન તાવિયાડ તથા રાજુભાઇ ડામોર MPHW તથા બીજા કર્મચારી પ્રથમ અમો વટલી જાત્રી ફળિયામાં આવી ખાત્રી તપાસ અંદાજે ૧૨ જેટલા વ્યક્તિઓ તેઓના ઘરો મળી આવેલ અને તેઓની પૂછપરછ કરતાં જણાય આવેલ કે આજ થી છ દિવસ એટલેકે તા.૨૪/૦૩/૨૦૨૦ ના રોજ ભીલવાડા રાજસ્થાન ખાતે મજૂરી કામ કરતા હતા તે દરમિયાન ચારે તરફ દેશમાં કોરોના વાયરસ ફેલાયો હોવાનું જાણવા મળતા અમે લોકો ભીલવાડા વિસ્તાર છોડી પોત પોતાના વતનમાં ચાલતા પગપાળા નીકળી ગયેલ અને આજ રોજ વહેલી સવારના અમો અમારા વતન આવેલ છે તેમ જણાવતા હોય આ તમામ ૧૨ ઇસમોને કોરોના વાયરસની અસર ૧૪ દિવસ રહેતી હોય ગમે ત્યારે આ વાઇરસની અસર થઇ શકે તેમ હોય અને હાલમાં સદર ઇસમોને આવા કોઈ ચેપી રોગના લક્ષણો જણાઈ આવેલ નથી તેમજ તેઓને હોમ કોરોન્ટાઇન્સ કરવામાં આવેલ છે. તેવી ફરિયાદ તાલુકા હેલ્થ ઓફિસર કરણસિંહ રસુલભાઇ હાન્ડા નાઓએ ફતેપુરા પોલીસ સ્ટેશને આવી આપતા આ કામ તમામ ઇસમો વિરૂદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ IPC કલમ – ૧૮૮ મુજબ કાયદેસરની ફરિયાદ દાખલ કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here