રામ જન્મભૂમિ પર આજે ઐતિહાસિક ફેંસલો આવવાનો હોઈ દાહોદમાં પણ પોલીસ દ્વારા રાખવામાં આવ્યો ચુસ્ત બંદોબસ્ત

0
101
આજે તા.૦૯/૧૧/૨૦૧૯ ને શનિવારના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિને લઈને અલ્હાબાદ ની કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ફેંસલો આવવાનો હોઈ સમગ્ર દાહોદ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળેલ. વધુ વિગતમાં જણાવવાનું કે આજે જ્યારે રામ જન્મભૂમિ પર જે ઐતિહાસિક ફેંસલો આવવાનો હતો તેને લઈને સમગ્ર ભારત દેશમાં પોલીસ તંત્ર સાબદુ રહ્યું હતું. તેના ભાગ રૂપે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઇસરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ Dy.S.P. કલ્પેશ ચાવડા તેમજ ટાઉન P. I. વી.પી. પટેલના માર્ગદર્શન હેઠળ એક સ્પેશીયલ ટીમ બનાવવામાં આવી. જે ટીમ દાહોદ શહેરના તમામ રાજમાર્ગો પર અને સંવેદનશીલ લાગતા વિસ્તારોમાં તેમની વિશેષ ટુકડી અને બૉમ્બ સ્ક્વોર્ડ સાથે ફ્લેગમાર્ચ કર્યુ હતું. અને દાહોદ શહેરમાં કાયમ માટે શાંતિ રહે તેના ભાગ રૂપે આ પગલાં લેવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here