રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ધંધુકા જિલ્લાનું બાલાજી ડ્રીમ સીટી ખાતે એકત્રીકરણ યોજાયું

0
50

  • ધંધુકા, ધોળકા, બાવળા, રાણપુર, બરવાળા તાલુકા માંથી ૨૬ મંડલમાંથી ૭૨૦ સ્વયંસેવકો ઉપસ્થિતિ રહ્યા.

ધંધુકા જિલ્લા આયોજન બેઠક વર્ષ ૨૦૧૯ – ૨૦ માં નિશ્ચિત થયા મુજબ ધંધુકા જિલ્લાનું એકત્રીકરણ તા.૧૫/૧૨/૨૦૧૯ રવિવારે બાલાજી ડ્રીમ સીટી – ૧, ગુંદી ફાટક પાસે, બગોદરા – ધંધુકા હાઈવે ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતુ. જેની પૂર્વ તૈયારી જૂન માસથી એકત્રીકરણ સુધી ચરણબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. લક્ષ્યાંક ૧૫૧ ગામ સુધી પહોંચવાનો હતો. ૧૩૫ ગામો સુધી સંપર્ક કર્યો. કુલ ૨૬ પૈકી ૨૬ મંડલ તથા ૧૧ માંથી ૧૧ ઉપખંડ એમ ૧૦૦ ટકા પ્રતિનિધિત્વ રહ્યું હતુ. કુલ ૧૫૦ કાર્યકર્તાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત કાર્યરત રહ્યાં હતા. કુલ પાંચ તાલુકા (ધંધુકા, ધોળકા, બાવળા, રાણપુર, બરવાળા) માંથી ૨૬ મંડલમાંથી ૭૨૦ સ્વયંસેવકો ઉપસ્થિતિ રહ્યા હતા. આ એકત્રીકરણમાં ૭૦ ટકા નવી ભરતી યુવાશક્તિ જોડાઈ. કુલ ૩ સત્રોમાં એકત્રીકરણનો મૂળ ઉદ્દેશ – કાર્યવિસ્તાર કરવા માટે સૌ સ્વયંસેવકો તત્પર બન્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી તેમજ અન્ય પ્રાંતીય, વિભાગીય અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિએ એકત્રીકરણને પ્રોત્સાહિત કર્યું હતુ. ઘોષ નિદર્શન તથા પ્રત્યક્ષ એક કલાકની શાખા સાથે એકત્રીકરણ સમાપ્ત થયું હતુ. અલગ અલગ સત્રોમાં સંઘની છ ગતિવિધિના કર્યો તથા અનુવર્તનકાર્ય ની યોજના બનાવવામાં આવી હતી. આ જિલ્લામાં પૂર્વે કામ કરી ચૂકેલા પ્રચારક, વિસ્તારક, વિદ્યાર્થી વિસ્તારક તથા જ્યેષ્ઠ સ્વયંસેવકોની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here