રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો રાજયકક્ષાનો 20 દિવસીય સંઘ શિક્ષા વર્ગ દાહોદ ખાતે યોજવામાં આવ્યો

0
269

  THIS NEWS SPONSORED BY :  RAHUL HONDA 

ભારતના ઉજ્જવળ ભાવિ માટે કાર્યકર્તાઓના નિર્માણના ઉદ્દેશ્ય થી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો રાજય કક્ષાનો 20 દિવસીય સંઘ શિક્ષા વર્ગ દાહોદ ખાતે તારીખ 12થી પ્રારંભ થયો છે 1925 થી ચાલતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સવયસેવકો માં રાષ્ટ્રપ્રેમ જાગે અને ભારતના ઉજ્જવળ ભાવિ કાજે નવતર વીચારો મૂર્તિમંત બને તેવા શુભાષય થી શરૂઆત થી જ દર બે વર્ષે વેકેશનના સમયગાળામાં આ પ્રકાર ના પ્રશિક્ષણ વર્ગો યોજાય છે

ત્યારે આ વર્ષે દાહોદ ખાતે પ્રથમજ વખત યોજાયેલ રાજય કક્ષના વર્ગમાં ગુજરાતભર માંથી વ્યવસાયી અને સેવાનિવ્રત સ્વયં સેવકો  યોગાસન, પ્રાણાયામ, બૌદ્ધિક, ધર્મ, સંસ્કર્તિ, ગ્રામ વિકાસ વિષયો પર વિવિધ તજજ્ઞો પાસે થી પ્રશિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે એ વર્ગ માં નિષ્ણાત તબીબો,ખેડૂતો, વકીલો, વ્યવસાયીયો સહિત અંદાજે 100થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ પરિસર માં ચાલતાં આ વર્ગ નું ઉદ્ઘાટન તા.12મી મેં ૨૦૧૯ ના રોજ B.W.C. ના ટ્રસ્ટી યુસુફીભાઈ કાપડિયાના હસ્તે દીપપ્રગટ્ય કરી થયું હતું. આ પ્રસંગ પશ્ચિમી ક્ષેત્રના સંઘચાલક જી.ડા. જયંતિભાઈ ભાડેશીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વર્ગમાં આવેલા લોકો માટે દરરોજ જમવામાં માધુકરી યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ રોટલી એકત્ર કરી ભોજન કાજે વપરાયે છે. 20 દિવસ સવાર સાંજ જે તે ઘરે થી 10 લેખે 1વિસ્તાર માં થી 700 જેટલી રોટલીઓ માધુકરી યોજના હેઠળ એકત્ર કરવા માં આવે છે. આ રીતે રોટલી એકત્ર કરવાનું કારણ સહુમાં સમરસતાની ભાવના જાગ્રત થાય અને રાષ્ટ્રપ્રેમ જન્મે.

આ શીબીરમાં કાર્યકર્તાઓ દેશદાઝ રાષ્ટ્રપ્રેમ જાગે તેવા વિચારો નું આદાન પ્રદાન સાથે વક્તવ્યો વિવિધ ચર્ચા વિચારણા થાય છે તે ઉપરાંત શારીરિક વ્યાયામ અને સહુ અનુશાસન માં રહે છે
શહેરમાં રહતા પરિવારો એમના બાળકોને યાર દોસ્તોને દરરોજ સાંજે 06:45 કલાક થી 07:45 આ ગતિવિધિ દેખાડવા સમઝાવવા લાવે છે. મંડાવાવ રોડ સ્થિત પંચમુખી હનુમાનજી મંદિરની સામે બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ પરિસર માં  તા. 12મી મેં 2019 થી તા.1મી જૂન 2019 સુધી આ વર્ગ ચાલવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here