રૂ।.૫૦૦ તથા ૧૦૦૦ ના દરની ચલણી નોટો કેન્દ્ર સરકાર દ્વારા એકાએક રદ કરાતાં નવી ચલણી નોટો મેળવવા લોકોને પડતી મુશ્કેલી અંગે તથા કેન્દ્ર સરકારનાં નોટબંધીનો વિરોધ કરી ગરબાડા તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા ગરબાડામાં રેલી કાઢવામાં આવી

0
784

.

 Priyank-new-Passport-Pic-258x300(1)

       logo-newstok-272-150x53(1)

Priyank Chauhan Garbada

રૂ.૫૦૦ તથા ૧૦૦૦ ના દરની ચલણી નોટો કેન્દ્ર સરકાર દ્વારા એકાએક રદ કરાતા ૫૦૦ તથા ૧૦૦૦ ના દરની જૂની નોટો બદલવા તેમજ બેન્કોમાં ખાતામાં ડિપોઝીટ કરવા તેમજ પોતાના ખાતામાંથી ભરેલા નાણાં ઉપાડવા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને બેન્કો,પોસ્ટ ઓફિસ તથા એટીએમ બહાર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.navi 2images(2)

        નોટબંધીને આજે પખવાડિયા ઉપરાંતનો સમય થયો તેમ છતાં જનતાને પડતી મુશ્કેલીઓ દૂર ન થતાં અને નવી ચલણી નોટો મેળવવા માટે લોકોને પડતી મુશ્કેલીઓ અંગે કેન્દ્ર સરકારના આ નોટબંધીનો વિરોધ કરવા ગરબાડા તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાની આગેવાનીમાં સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનરો લઈ ગરબાડામાં રેલી કાઢવામાં આવી હતી. જેમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ભુરિયા તથા અન્ય કોંગ્રેસી આગેવાનો તથા કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કેન્દ્ર સરકારના નોટબંધીનો વિરોધ કરી કેન્દ્ર સરકારના આ નોટબંધીના અમલને વખોડી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here