રૂપાણીનો હુંકાર : ગુજરાતમાં ગૌવંશ હત્યા કરનારને આજીવન કેદ અને ગૌવંશ તસ્કરી માટે ૧૦ વર્ષની સજા, વિ.હિ.પ. ગુજરાત સરકારની સાથે

0
495

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD BUREAU

 

ગૌવંશ પશુઓની હત્યા અટકાવવા – પશુઓની ગેરકાયદે કતલ કરવાના દૂષણ પર અંકુશ મેળવવા ગુજરાત સરકારે આજે સમગ્ર દેશમાં સૌથી કઠોરમાં કઠોર કાયદો બનાવ્યો. ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) માટેનું બીલ એ માત્ર બીલ નથી પરંતુ, સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી ભાજપની સરકારની દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ સાથેના વીલવાળી કરોડો ભારતીયોના દિલની વાત છે, એમ કહીને મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતભરમાથી વિધાનસભા ગૃહમાં પધારેલા પ્રમુખ સંતો, મહંતો, ભગવંતો મહારાજ સાહેબોના સાહેબોના ચરણોમાં શીશ ઝૂંકાવીને આશીર્વાદ માંગતા જણાવ્યુ હતું કે ““જૈનમ્ જયતિ શાસનમ્”” માં માનતી ગુજરાત સરકાર ગૌવંશની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

PERSONA PLUZ

ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ – ૨૦૧૭ ની કડક જોગવાઇઓ અંગે જણાવતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે ગૌવંશના પશુઓની હત્યા કરવા કે કરાવવા માટે જે કોઈ વ્યક્તિ દોષિત ઠરસે તો તેને આજીવન કેદની મુદ્દત સુધીની પણ ૧૦ વર્ષથી ઓછી નહીં કડક ઓછી નહીં તેટલી મુદ્દતની કેદની સજા થશે, અને રૂપિયા ૫ લાખ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. અગાઉ આ ગુનામાં ૩ થી ૭ વર્ષની કેદ અને રૂપિયા ૫૦૦૦૦ સુધીના દંડ ની જોગવાઈ હતી.

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ગૌવંશની ગેરકાયદેસર હેરફેર અથવા ગૌમાંસ કે ગૌમાંસની બનાવટો વેચવા, રાખવા, સંગ્રહ કરવા, હેરફેર કરવા કે પ્રદર્શિત કરવા સામે પણ સજાની જોગવાઇઓ કરવામાં આવી છે. આવું કરતાં જે કોઈ વ્યક્તિ દોષિત ઠરશે તો તેને ૧૦ વર્ષ સુધીની, પણ સાત વર્ષથી ઓછી નહીં તેટલી મુદ્દતની કેદની સજા ઉપરાંત રૂપિયા ૫ લાખ સુધીના, પણ ૧ લાખ કરતાં ઓછા નહીં તેટલા દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. તથા વધુમાં તેઓએ કડક શબ્દોમાં જણાવ્યુ કે આ કાયદા હેઠળના તમામ ગુનાઓ જે પહેલા જમીનપત્ર હતા, તે તમામ ગુનાઓ પોલીસ અધિકર્ણ અને બિન જમીનપાત્ર ગણાશે, તથા સાંજના ૦૭:૦૦ વાગ્યાથી વહેલી સવારના ૦૫:૦૦ વાગ્યા સુધી ગૌવંશના પશુઓની હેરફેર પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો આ સમયમાં કોઈ પણ ગૌવંશની હેરફેર કરશે તો તે પણ ગૌવંશની તસ્કરીમાં ગણાશે અને તે સજાને પત્ર રહેશે.

ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતામાનું ગૌરવગાન કરતાં ગૃહરાજ્ય મંત્રી જાડેજાએ વધુમાં જણાવ્યુ હતું કે, નાનપણથી જ ગાયનું દુધ પીને હું મોટો થયો છું. આજે ગાય માતાના દૂધનું કરજ ચૂકવવાનો મને અવસર મળ્યો છે. એક હિન્દુ તરીકે ગૌરક્ષાનો કાયદો લાવતા ગર્વ અનુભવું છું. મંત્રી પ્રદીપસિંહ જાડેજા જાતે પણ પોતાના નિવાસસ્થાને બે ગાયનું પાલન કરે છે, તેનો ઉલ્લેખ કરીને તેમણે ગણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળ સરકાર છે. વર્ષ – ૨૦૧૪માં ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતીને ભાજપે ગુજરાતને કોંગ્રેસમુક્ત બનાવ્યું હતું, એ જ રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ કાયદાથી આજે ગુજરાતને “ગૌ હત્યા મુક્ત ગુજરાત” બનાવશે.

       આપણા ગુજરાતમાં દાહોદ, બનાસકાંઠા, અમદાવાદ કે જ્યાં અમુક જગ્યાએ બે રાજયોની સરહદો મળે છે ત્યાંથી ગૌમાંસની હેરફેર વધુ પ્રમાણમાં થાય છે ત્યાં પોલીસ દ્વારા કડક ચેકિંગ કરી ગાડીઓને આવવા કે જવા દે છે.

પૂ. મહાત્મા ગાંધીજીએ પણ ગૌવંશની હત્યાની વિશેષ ચિંતા કરી હતી. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારએ ગૌવંશ હત્યા માટેનો કડક કાયદો કરીને પૂ.મહાત્મા ગાંધીજીનું સપનું પુરૂ કર્યું છે. એમ કહી મંત્રી જાડેજાએ જણાવ્યુ હતું કે, ઉત્તરપ્રદેશની ધરતી પર ગાયોની બેફામ કતલ થઈ, જેનો લોકોએ બદલો લીધો. જ્યાં ગાયોની કતલ થાય છે, ત્યાં ગરીબી હોય છે. ઉત્તર પદેશની ગરીબી માટે પણ ગાયોની કતલ જ જવાબદાર છે. ગૌવંશ હત્યા અટકાવવાની ગુજરાત સરકારની કડકમાં કડક પ્રતિબદ્ધતા દર્શાવે છે. મંત્રી પડીપસિંહ જાડેજાએ આ કાયદાની જોગવાઈઓને વધુ કડક કરવાની અને ગૌવંશ અટકાવવા માટેનું વિધેયક લાવવાની તકને પોતાનું સદ્દભાગ્ય ગણાવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here