રૂપિયા ૪૫૦૦૦/- ચોર મુદ્દામાલ સાથે બે મોટર સાઇકલ ચોરીના આંતર જિલ્લા બહારના ગુન્હાનો ભેદ ઉકેલી કાઢતી જલાલપોર પોલીસ

0
346

keyur-rathod-navsarilogo-newstok-272-150x53(1)KEYUR RATHOD NAVSARI

એસ.પી. ભરાડા પોલીસ અધિક્ષક નવસારી તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ વી.જે. જાડેજાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ જલાલપોર પો.સ્ટે. વિસ્તારમાં મિલકત સંબંધી તેમજ વાહન ચોરીના ગુન્હા અટકાવવા તેમજ જૂના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા સૂચના મળતા તેઓ સાહેબના માર્ગદર્શન હેઠળ વર્કઆઉટ કરતાં હતા.navi 2images(2)

જે અન્વયે તા.૨૬/૦૯/૨૦૧૬ ના રોજ P.I. ડી.કે.પટેલ તથા અ.હે.કો. જયક્રષ્ણ દોલતસિંહ તથા પો.કો.મેહુલ અરવિંદભાઇ, પો.કો.ફૂલભાઇ ગાંડાભાઇની સાથે મરોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ફરતા ફરતા મરોલી ઓ.પી. ઉપર આવતા પો.ઇન્સ. ડી.કે. પટેલ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મરોલી રેલ્વે સ્ટેશન પાસે એક ઈસમ એક લાલ કલરની પ્લેટિના મોટર સાઇકલ તથા એક કાળા કલરની સ્પ્લેંડર મોટર સાઇકલ નબર વગરની સાથે ઉભેલ છે અને આ મોટર સાયકલો ચોરીની અથવા શંકાસ્પદ છે. જે આધારે બે પંચોના માણસો બોલાવી પંચો બાતમી હકીકત થી વાકેફ કરી સરકારી તથા ખાનગી વાહનમાં બેસી મરોલી રેલ્વે સ્ટેશન પાસે જતાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં બે મો.સા. સાથે એક ઈસમ જોવામાં આવતા તેને ત્યાંજ રોકી લીધેલ અને તેનું નામ ઠામ પૂછાતા તેણે પોતાનું નામ શક્તિભાઈ રાજુભાઇ મૂંડે રહે. હાલ પોસરા ગામ સીર ફળિયા તા. જલાલપોર જી. નવસારી મૂળ રહે. નંદુરબાર એકતા નાગર તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) નો હોવાનું જણાવેલ અને તેની પાસે નંબર વગરની લાલ કલરની પ્લેટીના મોટર સાયકલ બજાજ કંપનીની તથા કળા કલરની સ્પ્લેંડર મોટર સાયકલ નંબર વગરની હોય જે અંગે પૂછપરછ કરતાં પોતાની હોવાનું જણાવેલ જેના રજીસ્ટ્રેશન અંગેના કાગળોની માંગણી કરતાં પોતાની પાસે કોઈ કાગળો નહીં હોવાનું જણાવતા સદર બાબતે પૂછપરછ દરમિયાન સદર મોટર સાયકલ નવસારી ટાઉન પો.સ્ટે. વિસ્તાર તેમજ વલસાડ જીલ્લાના સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર માથી ચોરી કરેલનું જણાવતા બંને મોટર સાયકલો તપાસ અર્થે સી.આર.પી.સી.કલમ-(૪૧) ડી મુજબના આરોપી શક્તિભાઈ રાજુભાઇ મૂંડે ઉ.વ. ૨૩ રહે. હાલ પોસરા ગામ સીર ફળીયા, જલાલપોર જી.- નવસારી મૂળ રહે. નંદુરબાર એકતા નાગર તા. જી. નંદુરબાર ણને એક પ્લેટીના મોટર સાયકલ બજાજ કંપનીની નંબર વગરની જેની કિંમત રૂ.30000/- અને અન્ય એક મોટોર સાયકલ કિંમત 15000/- ની કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here