રોટરી કલબ ઓફ દાહોદ દ્વારા વર્ષ 2019 – 20 નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો

0
95

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.૧૯/૧૦/૨૦૧૯ ને શનિવારના રોજ ભાટવાડા પ્રાથમિક શાળામા રોટરી ક્લબ ઓફ દાહોદ દ્વારા

વર્ષ ૨૦૧૯ – ૨૦ ના વર્ષ માટે શ્રેષ્ઠ આચાર્યશ્રીઓ અને શિક્ષકોનો સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો. કાર્યક્રમની શરૂઆતમાં ભાટવાડા પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી બહારથી આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સમારંભમાં સેન્ટ સ્ટીફન હાઇસ્કુલના સ્નિગ્ધા પટેલ (ગોલ્ડ મેડાલિસ્ટ) નું સ્વાગત રોટરી ક્લબ ઓફ દાહોદના પ્રમુખ રોટ.રમેશભાઈ જોષી અને સેક્રેટરી રોટ.ભારતીબેન જાની દ્વારા કરવામાં આવ્યું હતું, આ.ગવર્નર મેઘનગરના રોટ. ભરતભાઈ મિસ્ત્રી નું સ્વાગત રોટ. હસમુખભાઈ અગ્રવાલ દ્વારા તથા ભાટવાડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી જિજ્ઞાબેન પરીખનું સ્વાગત રોટ.મંજુબેન પંડ્યા દ્વારા કરવામાં. આવ્યું. આ તમામ આમંત્રિત મહેમાનોનું ખૂબ જ આદર સાથે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં રોટરી ક્લબના પ્રમુખ, સેક્રેટરી તથા અન્ય હોદ્દેદારો દ્વારા આચાર્યશ્રીઓ તથા શિક્ષકશ્રીઓનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ શૈક્ષણિક ક્ષેત્રની સાથે સંકળાયેલા અને દાહોદ જિલ્લામાં D.E.O કચેરી ખાતે A.D.I. તરીકે સેવા આપનાર સંજયભાઈ બારીયા દ્વારા પોતાના શૈક્ષણિક ક્ષેત્રના અનુભવનું વર્ણન કરવામાં આવ્યું હતું.સન્માનીય આચાર્યશ્રીઓ તથા શિક્ષકશ્રીઓનાં નામ નીચે મુજબ છે.
1. સાર્વજનિક હાઇસ્કુલ, ગરબાડાના  રિપલ હસમુખલાલ (2.) જી.પી. ધાનકા માં. અને ઉ.મા. શાળા દાહોદના કેતનકુમાર કડકીયા. (3.) સરસ્વતી શિશુ મંદિર દાહોદના શ્રીમતી ભાવનાબેન વ્યાસ. (4.) અંધજન વિદ્યાલય, દાહોદના હસનુદ્દીન શેખ અને (5.) દોલત ગંજ કન્યા શાળા દાહોદના શ્રીમતી મીનાબેન વાલસીંગભાઈ ભાભોર નું બહુમાન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here