લાયન્સ કલબ ઓફ વિરમગામનો 52મો શપથવિધિ સમારોહ હર્ષોલ્લાસ સાથે યોજાયો

0
26

લાયન્સ ક્લબ ઓફ વિરમગામના વર્ષ – 2019 – 20 ના પ્રમુખ તરીકે લાયન હરિવંશ સી. શુક્લએ  શપથ લીધા.

લાયન્સ ક્લબ ઓફ વિરમગામનો 52મો શપથવિધિ સમારોહ સિદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. વર્ષ – 2019 – 20 ના પ્રમુખ તરીકે લાયન હરિવંશ સી. શુક્લની શપથવિધિ પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નરલાયન સેવંતીલાલ કે. વોરા દ્વારા કરાવવામાં આવી હતી. નવા વરાયેલા પ્રમુખની સાથે સાથે મંત્રી અતુલ કુડેશિયાની અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પણ શપથવિધિ કરાવવામાં આવી હતી. પત્રકારો, ટાઉન કલબ ઓફ વિરમગામ, ગાયત્રી પરિવાર, વિરમગામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, ઓમ કલા મંદિર, યુવા શક્તિ ગ્રુપ જેવી અનેક સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજર રહીને શપથ વિધિ કાર્યક્રમની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી. વિરમગામ બ્રાહ્મણ જ્ઞાતિના હોદ્દેદારો, G.I.D.C. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, આર્ટ ઓફ લિવિંગ વગેરે સંસ્થાઓ દ્વારા પ્રમુખ હરિવંશ શુક્લનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતુ. 350 થી વધુ લોકોની ઉપસ્થિતિમાં આયોજિત શપથવિધિ સમારોહમાં પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં હરિવંશ શુક્લએ ઉપસ્થિત સર્વેને પોતાનામાં સેવાનો ભાવ પ્રગટાવવા અને સમાજમાં રહેલા દરિદ્રનારાયણની ભક્તિ કરવા માટે સાથ અને સહકાર આપવા આહવાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, લાયન્સ કલબ છેલ્લા 51 વર્ષથી વિરમગામમાં સેવા કર્યો કરે છે અને 26 વર્ષથી ઓર્થોપેડીક, આઈ, ડેન્ટલ, ઈ. એન. ટી. હોસ્પિટલો ચલાવીને વિરમગામ નગરમાં સેવાઓ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here