અમદાવાદ જિલ્લાના વિરમગામની લીઓ કલબ ઓફ વિરમગામના પ્રમુખ તરીકે ગોકુલ પટેલની શપથવિધિ યોજાઈ

0
61

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામની લિયો કલબ ઓફ વિરમગામની શપથવિધિ કાર્યક્રમ લાયન્સ હોલ – આઈ હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં લીઓ પ્રમુખ તરીકે ગોકુલ અશ્વિનભાઈ પટેલ ની વર્ષ ૨૦૧૯-૨૦ માટે વરણી થયેલ હોય, તેઓની શપથવિધિ કરાવવામાં આવી હતી. ક્લબના સેક્રેટરી તરીકે શિવમ રાવલ ની નિયુક્તિ કરવામાં આવી છે. લીઓ ક્લબના બોર્ડ ડિરેક્ટર અને સભ્યોની પણ શપથવિધિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, લાયન્સ પી. ડી. જી. સેવંતીલાલ વોરા આ કાર્યક્રમ ના શપથવિધિ અધિકારી હતા. એમણે બધા જ નવા વરાયેલા હોદ્દેદારોને હોદ્દા ની ગરિમા અને લાયન્સ ક્લબના સેવાના લક્ષ્યાંકો જળવાય તે રીતે સેવા કાર્યો કરવાનું માર્ગદર્શન પણ આપ્યું હતું. લાયન પ્રમુખ હરિવંશ શુક્લ એ પ્રાસંગિક જણાવ્યું હતું કે, લાયન્સ ક્લબની જેમ જ લીઓ કલબ પણ વિરમગામ પંથકમાં સારા સેવાકીય કાર્યો કરશે અને વિરમગામ ના વિકાસ માટે ખભે ખભે મિલાવી ને કામ કરશે એવો મને વિશ્વાસ છે, એમણે લીઓ પ્રમુખ અને એમની ટીમને શુભેચ્છા ઓ પાઠવી હતી.
આ શુભ પ્રસંગે ઝોન ચેરમેન અશ્વિનભાઈ વોરા, કેબિનેટ માંથી અર્શદ ઘેસિયા, લાયન્સ ભૂતપૂર્વ પ્રમુખ હિરેન જોશી, શબ્બીર ભાઈ પટેલ, યોગેશ કંસારા તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સભ્ય મિત્રો નરેન્દ્ર પ્રજાપતિ, લાલજીભાઈ પંચાસરા, હકીમ પટેલ, રમેશભાઈ, રીતેશ ચાંપાનેરી ઉપસ્થિત રહ્યા હતા અને રઘુભાઈ અલ્ગોતરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here