લીમખેડા ગામના ઝાલોદ રોડ પર આવેલ શિવાજી ચોક ખાતે મહેશભાઈ સોનીની દુકાનમાંથી ગઈકાલ રાત્રીના 2.30 કલાકે તેમના જ રહેણાકના મકાનમાં આગળ નીચેના ભાગમાં આવેલ દુકાનમાંથી મૂકી રાખેલ રૂપિયા 5,12,500 ની ચાંદી, રૂપિયા 22, 000 નું રૂપું, રૂપિયા 1,70,000 નું સોનું અને રૂપિયા 30,000 રોકડા મળી કુલ રૂપિયા 7,34,500 ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. સદર બાબતની જાણ થતા લીમખેડા પોલીસ સ્ટેશને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી. આ ઘટનાથી સમગ્ર લીમખેડા પંથકમાં હાહાકાર મચી ગયો હતો
