લીમખેડાની કંબોઇ પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સંભારભ યોજવામાં આવ્યો

0
243
 HIMANSHU PATEL –– DUDHIYA (LIMKHEDA) 
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઇ પ્રાથમિક શાળાના આચાર્યના વિદાય સમારંભમાં કેન્દ્રિય મંત્રી જસવંતસિહ ભાભોર તથા રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો.
લીમખેડા તાલુકાની કંબોઇ પ્રાથમિક શાળાના આચાર્ય અને માજી બી.આર.સી. કો-ઓર્ડીનેટર ધનસુખભાઈ ચૌહાણનો વિદાય સમારંભ કેન્દ્રિય મંત્રી જસવંતસિહ ભાભોર  તથા રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો હતો. મુખ્ય શિક્ષક તથા બી.આર.સી. તરીકે શ્રેસ્ટ કામગીરી કરી ધનસુખભાઈ સ્વામિનારાયણ ધર્મનો પણ મોટો પ્રચાર કરી સમાજમાં સમાજ સેવક તરીકે નામના મેળવી હતી. પોતાના વિસ્તારમાં સ્વામિ નારાયણ ધર્મનો પ્રચાર પ્રસાર કરી લોકોને ધર્મ તરફ વાળી વ્યશન મુક્ત કર્યા. આ નિવૃતિ વિદાય સંભારભમાં બંને મંત્રી દ્વારા દીર્ધ આયુષ્યના આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા, જિલ્લા સભ્યો, બી.આર.સી., શિક્ષકો, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ  સંતો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here