અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત “કોરોના” રૂપી વૈશ્વિક આપદાના નિવારણ અને 21 મી સદી ઉજ્વળ ભવિષ્યને સાકાર કરવા ગૃહે – ગૃહે ગાયત્રી યજ્ઞ અભિયાન સમગ્ર વિશ્વમાં એક દિવસે કરોડો લોકો દ્વારા યજ્ઞનું આયોજન આજે તા.૩૧/૦૫/૨૦૨૦ ને રવિવારના રોજ કરવામાં આવ્યું. સમગ્ર લીમખેડા, દુધિયા, બાંડીબાર સહીત આજુબાજુના તમામ ગામોમાં ગાયત્રી પરિવાર દ્વારા ગૃહે – ગૃહે યજ્ઞની મુહિમ જોવા મળી. સંપૂર્ણ શાસ્ત્રોક મંત્રોચાર સાથે યજ્ઞ – અને શાંતિ પાઠ સર્વેના કલ્યાણ અને વિશ્વના કલ્યાણ અર્થે કરવામાં આવ્યા. લીમખેડા ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ વિધિ તથા હવન સામગ્રી દરેક ઘર સુધી પહોંચાડવામાં આવી હતી. લોકો દ્વારા પોતાના ઘરે યજ્ઞ કરી “કોરોના” રૂપી આપદા નિવારણ માટે તથા વિશ્વ કલ્યાણ હેતુ યજ્ઞમાં આહુતી આપી હતી. લીમખેડા તાલુકાના દુધિયા ગામ માં 181 તથા સમગ્ર લીમખેડા તાલુુકામાં 1000 જેટલા ઘરોમાં આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
લીમખેડા ગાયત્રી પરિવાર દ્વારા વૈશ્વિક મહામારી “કોરોના” થી મુક્તિ માટે લીમખેડા તથા દુધિયાના દરેક ઘરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
RELATED ARTICLES