લીમખેડા તથા શિંગવડ તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

0
209

HIMANSHU PATEL – LIMKHEDA

 

લીમખેડા તથા શિંગવડ તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગત રોજ તા.૧૭/૦૯/૨૦૧૮ ના રોજ તાલુકા શાળા શિંગવડ તથા લીમખેડા બી આર સી લીમખેડા ખાતે યોજાયો હતો. નવરચિત શિંગવડ તાલુકાનો પ્રથમ વાર ગણિત વિજ્ઞાન પ્રદર્શન માનનીય કેન્દ્રિય મંત્રી જશવંતસિહ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ સી.કે.કિશોરીની  અધ્યક્ષતામાં કરવામાં આવ્યો. આ પ્રશંગે મોટી સંખ્યામાં શિક્ષકો /બાળકો હાજર રહ્યા હતા. માનનીય કેન્દ્રિય મંત્રી દ્વારા તાલુકાના શૈક્ષણિક વિકાસ માટે હમેશા તૈયારી દર્શાવી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. લીમખેડા તાલુકામાં તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન ભાભોરના હસ્તે ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકાયું હતું. બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ ક્રુતિ રજૂ કરવામાં આવી હતી. કેટલીક ક્રુતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી જી.સી.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા વિવિધ ભાગ લેનાર વિદ્યાર્થીને ભાગ લેવા બદલ સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. લીમખેડા / શિંગવડ બી આર સી /સી આર સી દ્વારા સુંદર આયોજન કરવા માં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here