લીમખેડા તથા સિંગવડ તાલુકાના શિક્ષકો આજ રોજ માસ સી.એલ.માં જોડાયા : શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું

0
666

 HIMANSHU PATEL –– LIMKHEDA (DUDHIYA) 

 

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં ૯૨૦ તથા સિંગવડ તાલુકાનાં ૬૨૩ પ્રાથમિક શિક્ષકો આજ રોજ માસ સી.એલ. પર જતાં શૈક્ષણિક કાર્ય બંધ રહેવા પામ્યું હતું. શિક્ષકોનાં પ્રશ્નો ને લઈ અગાઉ પણ જિલ્લા કક્ષાએ આંદોલન / ધરણાં કરવામાં આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા કોઈ પરિણામ ના મળતા રાજ્ય શિક્ષક સંઘ દ્વારા વિધાનસભા ઘેરવાનો કાર્યક્રમ આપ્યો હતો તથા તમામ શિક્ષકો માસ સી.એલ. પર રહેવાના આહ્વાન ને ધ્યાનમાં લઈ સમગ્ર રાજ્યના શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ૧૯૯૭ થી નિમણૂક થયેલ ને સળંગ નોકરી, જૂની પેન્શન યોજનાનો અમલ જેવા મુદ્દાને લઈ ધરણાં તથા વિધાનસભાનો ઘેરાવો કરવાના કાર્યક્રમમાં લીમખેડાના શિક્ષકો જોડાયા હતા.  વિધાનસભા ઘેરાવા માટે જતાં શિક્ષકોને પોલિસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા પરંતુ ઘણા શિક્ષકો લડી લેવાના મૂડમાં વિધાનસભા સુધી પહોચવામાં સફળ થયા હતા. લીમખેડાના ગાંધીનગર નહીં ગયેલ શિક્ષકો માસ સી.એલ. પર રહી પુલવામાં શહિદોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ જૂની મામલતદાર કચેરીએ રાખ્યો જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. જો સરકાર દ્વારા પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો કરી આંદોલન ચાલુ રાખવામા આવશે તે સંઘ દ્વારા જણાવાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here