લીમખેડા : ઢઢેલા ગામ પાસે બોલેરો જીપના ચાલકે છકડાને પાછળથી ટક્કર મારી કાળ બની ગાડી નીચે ઉછળીને પડેલા બાળકો ને ઢસડી જતા એક બાળકનું મોત નિપજાવી નાસી ગયો

0
830

Umesh Panchala - Limkheda

logo-newstok-272-150x53(1)UMESH PANCHAL LIMKHEDA

આજ રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં ઢઢેલા ગામના કછલા ફળીયાના હાઇવે પર એક છકડા નંબર જીજે.–૨૦–યુ.-૩૫૧૬માં સલિમભાઈ નાનાભાઇ પટેલ કે જે ડ્રાઈવર છે તે પોતાની પત્ની, બાળક, પોતાના ભાઈનો છોકરો અને સાસુ સાથે જતાં હતા તેવામાં એક બોલેરો નંબર જી.જે.–૧૮-બી.બી.-૧૯૭૦ના ડ્રાઇવરે ગફલતભરી રીતે પોતાની બોલેરો જીપ હંકારી છકડાને પાછળથી ટક્કર મારી એક્સિડન્ટ કરી રોડની બાજુમાં છકડાને પલ્ટીઓ ખવડાવી નુકશાન કરી ચકડાની અંદર બેઠેલ છોકરાઓ તથા તેની પત્ની તથા તેમની સાસુને શરીરે ઓછી-વત્તિ ઇજાઓ કરી અને તેમના બાળક આદિલ ઉમર વર્ષ ૭ અને ભત્રીજા સાહેદ-વસીમ શબ્બીર ઉમર વર્ષ ૧૦ બંનેને હાઇવે રોડ ઉપર ઊભેલી બોલેરો જીપની નીચે પડેલા, તેઓને બોલેરો ગાડીની નીચેથી કાઢી બચાવવા સારું સલિમભાઈએ જીપના ડ્રાઈવરને વિનંતી કરી કે બોલેરો જીપ ઊભી રાખવા કહેવા છતાં તેણે તેની બોલેરો જીપ ઊભી રાખેલ નહીં અને બોલેરો ગાડીનો ડ્રાઈવર પોતે જાણતો હતો કે જીપના નીચે બે છોકરો પડેલા છે અને જો હું જીપ હંકારીશ તો છોકરોનું મૃત્યુ થશે તેવું જાણવા હોવા છતાં જીપના ડ્રાઇવરે જીપને હંકારી ૭૦ થી ૮૦ મીટર જેટલું છોકરાઓને ઘસડી લઈ જતાં સલિમભાઈના છોકરા આદિલ નું ધડથી માથું છુટુ પાડી મોત નિપજાવી રોડ ઉપર લાશ પડતાં તેની સાથેના સહેદ-વસીમ શબ્બીરનો પણ જીપની નીચેથી રોડ પર ઉપર નીકળી પડેલ હતો તેને પણ શરીરે ઓછી-વત્તિ ઇજાઓ કરી બોલેરો જીપનો ચાલક ડ્રાઈવર તેની જીપ હંકારી લઈને પનીય ગામે છોડી દઈ તેની જીપ લઈ નાસી જઇ ગુનો કર્યો હતો આ બાબતની જાણ લીમખેડા પોલીસ સ્ટેશને થતાં લીમખેડા P.S.I.પી.એચ.વસાવાએ બોલેરોના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે.HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here