લીમખેડા તાલુકાનાં દુધિયામાં ગત રાત્રિના સમય દરમ્યાન તસ્કારોએ ૪ થી ૫ દુકાનોના તાળા તોડયા

0
71

 HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ] 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં દુધિયા ગામની ચોકડી  પર આવેલ દુકાનોને તરસ્કારો દ્વારા નિશાન બનાવી ચોરી કરી હતી. વારંવાર દુધિયા ચોકડી વિસ્તારમાં ચોરીના બનાવો બને છે. તે બાબતે થોડા સમય અંગે લીમખેડા પ્રાંત અધિકારીને દુધિયા સરપંચ અને ગામ લોકો દ્વારા ઍક આવેદન પણ આપવામાં આવ્યું હતું . ગતરાત્રિ દરમ્યાન દુધિયા ચોકડી પર આવેલ ત્રણ દુકાન, એક મેડિકલ સ્ટોર, દવાખાનાની શટર તોડી દુકાનમાં રહેલ પરચુરણ  સહિતની ચોરી કરી હતી. અને દુકાનને નુકશાન પહોચાડ્યું હતું.  જે અંગે હાલ લીમખેડા પોલિસ સ્ટેશને દુકાનદારો દ્વારા એક અરજી આપવામાં આવી  હતી . ગામલોકો દ્વારા ગામમાં પૂરતો બંદોબસ્ત મળે તેવી માંગ છે. તથા રાત્રીના સમય દરમિયાન પોલિસ પેટ્રોલીંગ વધુ થાય તેવી દુધિયા ગામના લોકોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here