લીમખેડા મામલદાર દ્વારા દુધિયા ગામમાં કરિયાણાની દુકાનમાં ચેકીંગ હાથ ધરાયું

0
90

દાહોદ જિલ્લાના લીમખેડા  તાલુકાના દુધિયા ગામમાં તાલુકા મામલતદાર પટેલ દ્વારા કરિયાણાની દુકાનમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તાલુકા મામલદાર દ્વારા કરિયાણાની દુકાનો ચેક કરતા જૂની તમાકુનો જથ્થો મળતા તાત્કાલિક ઘટના સ્થળે સળગાવી તેનો નાશ કરાવ્યો હતો. અત્યારના આવા કપરા સમયમાં કોઈ પણ જાતની પડીકી, માવા, બીડી  કે કોઈ વાંધા જનક તમાકુ ઉત્પાદનની બનાવટ રાખવી અને તેને ગેરકાયદેસર વેચાવી તે ગુન્હો છે. માટે ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો કે કરિયાણા, શાકભાજી, દૂધ, મેડિકલ  સિવાય અન્ય દુકાનો ખોલવી નહિ. તથા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પંચાયત દ્વારા વ્યાપારી સમજાવવામાં આવ્યા હતા. આમ આ દુકાનોમા તમાકુની ચીજ વસ્તુના વેચાણ પર પ્રતિબંધ હોઈ તેનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તથા તે દુકાનોમાથી મળેલ તમાકુ ઉત્પાદનની બનાવટને મામલતદાર દ્વારા તેમની રૂબરૂમાં સળગાવી તેનો નાશ કરાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here