લીમડીના દેપડાના વળાંક પર પેશાબ કરવા ઉભેલ SRP જવાનની મોટરસાઈકલ ઉઠાવી થોડેક આગળથી આવતી મહિલાનો અછોડો તોડી ત્રણ ગઠિયાઓ ફરાર

0
650

pritesh panchal logo-newstok-272-150x53(1)Pritesh Panchal Limdi 

લીમડીથી એક કીમી દુર દેપાડા ગામના વળાંકમા પેશાબ કરવા ઉભેલા એસઆરપી જવાનોની મોટરસાયકલ લઇને ત્રણ અજાણ્યા શખ્સો લઇ ફરાર થઇ ગયા હતા જયારે આ પહેલા આ ત્રણે ઇસમો ફરવા નીકળેલ મહિલાના ગળામાંથી સોનાનાની ચેન પણ તોડી ભાગયા હતા મળેલી માહિતી મુજબ પાવડી એસઆરપી જુથ 4મા ફરજ બજાવતા મહેનદૃભાઇ ગમીરભાઇ ડામોર તેમજ એમ.ટી વિભાગમા ફરજ બજાવતા સાથી ભુપેનદૃ મોહનભાઇ ઠાકોર સવારના 6 વાગ્યાના અરસામા પોતાની મોટરસાયકલ હોન્ડા કંપનીની નંબર જીજે 17 એપી 3243 લઇ પાવડી એસઆરપી જુથથી લીમડી પેટ્રોલ  ભરાવા આવી રહ્ય  હતા. તેવામા લીમડીથી એક કીમી દુર દેપાડા ગામના વળાંકમા પેશાબ કરવા ઉભી રાખી પેશાબ કરવા સાઇડમા ગયા હતા. તે અરસામા ત્રણ મોટરસાયકલ સવારો એક વગર નંબરની મોટરસાયકલ સાયકલ ઉપર આવી અને ત્યાં ઉભી રાખેલ એસઆરપી જવાનોની મોટરસાયકલ પાસે આવી એક ઈસમ  જવાનોની મોટરસાયકલ લઇને ભાગવા લાગેલા જયારે તેને પકડવા બે જવાનો પાછળ દોડયા પણ તેઓ દાહોદ તરફ ભાગી છૂટયા હતા ત્યારે આ જવાનો પાસે બે મહિલાઓ દોડી આવ્યા હતા.

જેમા પારુલબેન રાજકુમાર દરજી એ જવાનો ને જણાવેલ કે તેઓ સવારના ફરવા નીકળેલા હતા અને થોડી મીનીટો પહેલા ત્રણ અજાણ્યા શખ્સોએ  બુકાની બાંધી મારી પાસે મોટરસાયકલ ઉભી રાખી હતી અને મારા વાળ ખેંચી ગળામા પહેરેલ સોનાની ચેઇન ખેંચી દાહોદ તરફ ભાગ્યા છે. તો મદદ કરો પંરતુ ખુદ તેમની પણ મોટરસાયકલ આ જ ઇસમો લઇ ભાગ્યા હોવાનુ જણાવતા બંને જણા સાથે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમા મોટરસાયકલ જેની કિંમત રૂ 30000/- તેમજ સોનાની ચેઇન જેની કિંમત રૂ 10000/- અને ગાડી ઉપર રાખેલ થેલી રાખેલ નોકીયા કંપનીનો મોબાઇલ ફોન જેની કિંમત રૂ 2000/- આમ કુલ મળીને રૃપિયા 42000/- હજાર નો મુદ્દા માલ ચોરી ફરાર થઇ ગયા હતા. અંગે ગુનો નોંધી  લીમડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here