લીમડી ઝાલોદ રોડઉપર આવેલ કૃષ્ણા રેસીડન્ટસી ના મેદાનમા રાત્રી દરમ્યાન મુકેલ ટ્ર્ક સવારના ન દેખાતા ચોરી થઈ હોવાની જાણ માલિક ને થતા આસપાસ શોધખોળ હાથ ધરાઈ હતી પંરતુ આ લખાય છે ત્યાર સુધી ટક મળી નહતી તેમ જાણવા મળેલ છે મળેલ વિગત મુજબ લીમડી નગરમા ઝાલોદ હાઇવે ને આવેલ રેસીડન્ટસીમા ગત રાત્રિના સમયે માનસીગ ખાતરા ભાઇ નીનામાની માલીકીની ટ્ર્ક નંબર જીજે ૧૮એયુ૭૦૫૩ જે ટાટા કંપની છે તે મુકેલ હતી જે આજ રોજ સવારના સમયે દેખાવાન મળતા ટક માલીક રેસીડન્ટસી ઉપર દોડી આવ્યા હતા તેમજ આ અંગે લીમડી પોલીસ મથકે મૌખિક જાણ કરી શોધખોળ હાથ ધરી છે જયારે મળેલી માહિતી પ્રમાણે આ જગ્યા ની આસપાસ સીસીટીવી કેમેરા લગાવેલ હોય તે દિશામા પણ માલીક ધ્વારા ચેક કરવા માટે તજવીજ હાથ ધરાઇ છે તેમ આધારભુત સુત્રો ધ્વારા જણાવેલ જ્યારે હજી સુધી આ બનાવ ની કોઇ ફરિયાદ માલિક ધ્વારા નોંધાવામા આવી ન હતી.
