લીમડી નગરમા આવેલ એસ.ટી. ડેપો દ્વારા પંખાતો મુકવામા આવ્યા છે પંરતુ શોભાના ગાંઠિયા સમાન

0
1229

pritesh panchallogo-newstok-272-150x53(1)Pritesh Panchal – Limdi

 

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના વેપારધંધા માટેના મુખ્ય મથક એવા લીમડી નગરમા આવેલ એસ.ટી. ડેપો દ્વારા સ્ટેશનમાં પંખાતો મુકવામા આવ્યા છે પંરતુ દર ઉનાળાની માફક અત્યારે પણ બંધ હાલતમા જોવા મળી રહ્યા છે હજારો મુસાફરોથી ધમધમતુ લીમડી બસ સ્ટેન્ડ ઉપર સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે બે રાજયની હદ આવેલ હોય વેપાર ધંધા માટે રોજ મુસાફરોની અવરજવર હોય જેમા આસપાસના ગામડાઓના લોકો પણ લીમડીમાં વેપાર કરવા એસ.ટી. બસમા આવતા હોય છે ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરો માટે કોઇપણ પ્રકારની બસોની સમયપત્રકની તો ઠીક, ગરમી શરૂ થવા જઈ રહી છે તેમ છતા ઠંડક માટે પંખાઓ પણ સુધારવામા આવ્યા નથી તેમજ રાત્રી દરમ્યાન બસ સ્ટેન્ડમા ઘણીખરી જગ્યા પર લાઇટની પણ વ્યવસ્થા નથી જેથી રાત્રીના સમયે અવરજવર માટે મુસાફરોને ડર લાગે છે એક તરફ રાજય સરકાર દ્વારા આધુનિક એસ.ટી. ડેપો બનાવી રહી છે ત્યારે વારતહેવારોમા સૌથી વધારે નફો આપતા એસ.ટી. ડેપોમા સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે ત્યારે સત્વરે યોગ્ય કાર્યવાહી કરી બંધ લાઇટો પંખા જેવી સુવિધાઓમા સુધારો કરવામા આવે તેમજ પીવાનુ સ્વચ્છ પાણી મુસાફરોને મળી રહે તે ઈચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here