લુંટ અને ઘરફોડના છ ગુનાનો ભેદ ઉકેલવામાં દાહોદ પોલીસને મળેલી સફળતા

0
514
?
 keyur parmar logo-newstok-272
Keyur Parmar – Dahod Bureau
દાહોદ જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા શોધી કાઢવા પોલીસ અધિક્ષક મનોજ નીનામાએ તમામ અધિકારીઓને સુચના કરેલ. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં દાહોદ ટાઉન પી. આઈ. આર.એચ. ભટ્ટ, દાહોદ રૂરલ પો.સ.ઈ.દેસાઈ તથા એલ.સી.બી. પો.ઈ.સ. એચ.પી. પરમાર તથા  સ્ટાફ સર્વેલન્સના પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો પડી ગુનાઓ શોધી કાઢવા જરૂરી વોચ અને સઘન પેટ્રોલીંગ ગોઠવેલ.
ગત તારીખ ૪/૨/૨૦૧૬ ના રોજ એલ. ડી. હોસ્પિટલ, દર્પણ ટોકીઝ રોડ, પર ઘરફોડ ચોરી થયેલી. આ ગોનો શોધી કાઢવા દાહોદ ટાઉન પોલીસ તથા એલ.સી.બી.ના સ્ટાફે પોતાના પ્રયત્નો હાથ  ધરેલ.આ દરમ્યાન તા. ૩/૪/૨૦૧૬ ના રોજ મુવાલીયાથી ગોધરા રોડ તરફ શકમંદ દિનેશ સમસુ પણદા રહે.મુવાલીયાનો આવી રહ્યાની બાતમી મળતા ગોધરા રોડ પર વોચ ગોઠવી પકડી તેની પુછપરછ કરતા આ ગુનામાં (૧) દિનેશ સમસુ પણદા રહે. મુવાલીયા (૨) જાણું દલા પલાસ રહે. ખજુરીયા તથા (૩) લલ્લુ વેસ્તા પલાસ રહે. બીલીયા (૪) પકી  ઉર્ફે ગાંડો મનીયા મિનામા રહે. બીલીયાનાઓએ સાથે મળી આ બનાવને અંજામ આપેલ.આ ઘરફોડ ચોરીમાં ચાર માંથી બે આરોપીઓને આ ગુનામાં અટક કરી છે. અન્ય બે આરોપી નંબર ૩ અને ૪ ની શોધખોળ ચાલુ છે. નહિ પકડાયેલા બે આરોપીમાંથી એકના દાદા આ બનાવ પૂર્વે દવાખાનામાં દાખલ થયેલ એ દરમ્યાન તેને હોસ્પિટલની રેકી કરેલ અને તેના દાદા ડીસચાર્જ  બાદ સહ  મદદથી આ ગુનાને અંજામ આપ્યો હતો.
આરોપી દિનેશ સમસુ પણદા રહે.મુવાલીયા હાલ પોલીસ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમ્યાન તેને દાહોદ ટાઉન અને દાહોદ રૂરલ પો.સ્ટે.ના કુલ- ૬ લુંટ અને ઘરફોડના ગુનાઓની કબુલાત કરી હતી અને તેની પાસેથી રોકડ અને મોબાઈલ કબજે કર્યો હતો.
આ આરોપી એક અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી પર કામ કરતો હતો જેના પ્રમાણે તે પોતાના દરેક ગુનામાં નવા જ સાથીદારોનો ઉપયોગ કરી ગુના કરતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here