વડાપ્રધાન મોદીએ 93 કરોડના ખર્ચે તૈયાર થયેલ 150 POH ક્ષમતાવાળા વેગન વર્કશોપનું કર્યું લોકાર્પણ

0
311

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના વેસ્ટર્ન રેલ્વે વર્કશોપમાં આજે એડમિનિસ્ટ્રેટિવ ઓગમેન્ટેશન એન્ડ POH ક્ષમતા 150 વેગનની કરી તેના માટે નવું વેગન વૉર્કશોપના શેડ, મેમુ, ડેમુના કમ્પોનેન્ટ માટેના શેડ તથા S.R.A. સ્ટોરનું લોકાર્પણ વિડિઓ કોન્ફરન્સના દ્વારા અમદાવાદથી PM નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદમાં અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલુરવાલા, પાલિકા પ્રમુખ અભિષેક મેડા, રેલ્વે ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના વસ્ત્રાલ ગામમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડી રવાના કરી હતી. વધુમાં તેઓએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી અને ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ લોકો, કૈરેજ અને વૈગન કારખાનામાં વૈગનોની 150 POH ક્ષમતા માં વૃદ્ધિ તથા આધુનિકરણનું અમદાવાદથી વીડિયો લિંકના માધ્યમથી લોકાર્પણ કર્યું, પાટણ – ભીલડી નવી રેલ્વે લાઇનનો માલગાડીને પ્રસ્થાન સંકેત આપી ઉદ્દઘાટન અને આણંદ – ગોધરા ડબલિંગ પ્રકલ્પનો શિલાન્યાસ કર્યા.  

આ લોકાર્પણ માટે નિર્મિત ભવન અને શેડ કુલ 93 કરોડના ખર્ચે બનાવાયા છે. અને તેમાં અગાઉ જે વેગન ની 60 જેટલી ક્ષમતા હતી તે વધારીને 150 કરી દેવામાં આવી છે. તદુપરાંત મેમુ ,ડેમુ સ્ટોર અને કોમ્પ્રેસર સ્ટોર ઉભો કરાયો છે. જ્યાં કોમ્પ્રેસરનું ઈન્સ્ટોલેશન કરી વીજળી સપ્લાય કરવા માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ આભારી છું કે દાહોદને આ યોજના માટે બજેટ ફાળવી મંજૂરી આપી અને સાથે સાથે રેલવે વર્કશોપ દાહોદના કર્મચારીઓ આ પ્રોજેકટના ઇનજીનીયર,  કેન્દ્રના રેલ મંત્રી, અને અધિકારીઓએ રાત દિવસ મહેનત કરી અને આ પ્રોજેકટ ટૂંકી સમય મર્યાદામાં પૂર્ણ કર્યો છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here