વડોદરાના મુકેશ હરજાણી અને આણંદના કોર્પોરેટર અલ્પેશ ચાકાના મર્ડરના ગુનાનો આરોપી S.S.G. હોસ્પિટલ જતા ફરાર, ઝાલોદ પોલીસે ઝડપી પાડ્યો

0
297

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

વડોદરાનો ખુંખાર આરોપી અનિલ ઉર્ફે એન્થોની મૂળચંદ જાતે ગંગવાણીને વડોદરાની સાવલી પોલીસ દ્વારા S.S.G. હોસ્પિટલ ખાતે કોરોનાનો ટેસ્ટ કરવા માટે લઈ જવતો હતો ત્યારે આ ખુંખાર આરોપી પોલીસને ચકમો આપી વહેલી સવારે ભાગી છુટવામાં સફળ રહ્યો હતો.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ વડોદરા કંટ્રોલ રૂમમાંથી દાહોદ કંટ્રોલને લખાવેલ એક ગુનેગાર અનિલ ઉર્ફે એન્થોની ઈનોવા ગાડી નંબર GJ – 06 JQ – 7864 લઈને વડોદરાની S.S.G. હોસ્પિટલમાથી ભાગી ગયેલ છે. જે માહિતીને આધારે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરનાઓએ L.C.B. P.I. તેમજ બોર્ડર વિસ્તારના પોલીસ સ્ટેશન જેમાં લીમડી P.I., કતવારા P.S.I. તથા ઝાલોદ P.S.I. નાઓને મેસેજમાં જણાવેલ ઈનોવા ગાડી નંબર GJ – 06 JQ – 7864 ની વોચમાં રહેવા જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.

આ દરમિયાન આજે તા.૧૫/૦૫/૨૦૨૦ ને શુક્રવારના રોજ L.C.B. P.I. ને આ ઇનોવા ગાડી નંબર GJ – 06 JQ -7864 ની ભથવાડા ટોલટેક્ષ ઉપરથી માહિતી મળતા આ નંબરની ગાડી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરેલાની માહિતી મળેલ ત્યારબાદ તાત્કાલિક જિલ્લામાં નાકાબંધી ગોઠવેલ. તે દરમિયાન આ ઈનોવા ગાડી ઝાલોદ શહેરમાંથી પસાર થતાં ઝાલોદ P.S.I. નાઓ તથા તેમની ટીમએ આ ગાડી રોકવા માટે ઝાલોદમાં પ્રવેશતા દરેક માર્ગો ઉપર નાકાબંધી ગોઠવી દીધેલ. તે દરમિયાન આ ગાડીનો ચાલક અનિલ ઉર્ફે એન્થોની પોલીસની નાકાબંધી જોઈ ઈનોવા ગાડી ઉભી રાખેલ નહીં અને પુર ઝડપે રાજસ્થાન તરફ હંકારી જતા ઝાલોદ P.S.I. ની ટીમે તેનો ફિલ્મી ઢબે પીછો કરી તેને ઝાલોદ શહેરમાં જ રોકી લીધેલ. તે દરમિયાન ગાડીનો ચાલક ગાડી ઉભી રાખી નાસવા જતા પોલીસે કોર્ડન કરી ઝડપી લીધેલ.

આ પકડાયેલા આરોપી અનિલ ઉર્ફે એન્થોની મૂળચંદ જાતે ગંગવાણી રહે. હરણી, વડોદરાનો પૂર્વ ઈતિહાસ એવો છે કે તે વડોદરાના કુખ્યાત ગુનેગાર મુકેશ હરજાણીના મર્ડરના ગુનામાં સંડોવાયેલ છે તેમજ આણંદના કોર્પોરેટર અલ્પેશ ચાકાના મર્ડરના ગુનામાં પણ સંડોવાયેલ છે. કુલ – ૧૪ જેટલા ગંભીર મર્ડર, હાફ મર્ડર તેમજ હથિયાર રાખવાના તથા ખંડણી જેવા ગુનાઓમાં સંડોવાયેલ છે. આરોપી અનિલ ઉર્ફે એન્થોનીની ઝાલોદ પોલીસે સફળતાપૂર્વક પકડી પાડેલ અને કાયદેસરની કાર્યવાહી કરી સાવલી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here