વડોદરા ઝોન દાહોદ બ્રાન્ચનો નિરંકારી મહિલા સમાગમ સંપન્ન

0
426

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ ખાતે આજે તા.૨૮/૪/૨૦૧૯ ને રવિવારના રોજ વડોદરા ઝોન, દાહોદ બ્રાન્ચનો મહિલા નિરંકારી સમાગમ ખુબજ ભક્તિ ભર્યા વાતાવરણમાં કેશવ રાઘવ રંગમંચ ખાતે સંપન્ન થયો. ઉપરોક્ત સમાગમમાં જામનગરથી પધારેલ આરતી બહેનજીએ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજજીના સત્યના સંદેશને જન – જન સુધી પહોંચાડવાનું આહવાન કરતા સમજાવ્યું કે સદગુરુ માતાજી મર્યાદા પર ખૂબ જોર આપી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘરમાં સૌને માન આપવાની મર્યાદા, કોઈ કશું કટુવચન કહે તો તેને સહન કરવાની મર્યાદા જેવા વિષયો પર પ્રકાશ પાડી બિરાજમાન બહેને જીવન ને સુખી કરવા એક નારીએ મર્યાદિત હોવું જરૂરી છે તે સમજાવ્યુ. કેમકે જો નારી હોય મર્યાદિત તો આખું ઘર સંસ્કારી બની જાય છે.

આ સમાગમ માં સમગ્ર વડોદરા ઝોન ની ગોધરા, દાહોદ, પટિયા, ઝાલોદ, ધામરડા, અભલોડ જેવી 23 બ્રાન્ચના આશરે 1500 જેટલી મહિલા સંતો અને કુલ મળી આશરે 2000 જેટલા સંત મહાત્મા દૂર દૂર થી પધારેલ. વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ બહેન બલજીત કૌરજી અને દાહોદ મહિલા સત્સંગના ઈન્ચાર્જ જ્યોતિ બહેનજીએ પધારેલ જામનગરના બહેન આરતી બહેન નું સમગ્ર ઝોન તરફ થી સ્વાગત કર્યું. સત્સંગ પછી સૌ સંત મહાત્માઓ માટે લંગર પ્રસાદીની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here