વધુ પડતાં વરસાદના કારણે શહેરના રાજમાર્ગો પર પાણી ભરાઈ જવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરતી ફતેપુરા ગામની પ્રજા

0
223

 PRAVIN KALAL –– FATEPURA
 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના ફતેપુરાનાં ઝાલોદ રોડ ચોકડી અને B.O.B. આગળ કાયમ માટે વધુ વરસાદ પડતાં પાણી ભરાઈ જાય છે અને ચાલીને જવામાં અને વાહન વ્યવહારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફતેપુરા બજારમાં પણ આવી પરિસ્થિતિ થાય છે. કારણકે ચારે બાજુ દબાણની પરિસ્થિતિ છે. ગ્રામપંચાયત આંખ આડા કાન કરી ચારેબાજુ કેબીનો મુકવા દીધેલ છે, અને મેઈન બજારમાં લોકોએ મોટા મોટા ઓટલા બંને સાઇડ કરી દેતા ટ્રાફિકની બહુ સમસ્યા નડી રહી છે. દુકાનદારોના ઓટલા છે પણ તેના કરતા પણ સાઈડોમાં ગ્રાહકોની બાઇકો મૂકવામાં આવે છે, જેથી કરી સામસામે બે વ્હિકલ ભેગા થતા ટ્રાફિકની બહુ સમસ્યા નડે છે. આ બાબતે ગ્રામ પંચાયત અને કર્મચારીઓ ધ્યાન દોરી આ પરિસ્થિતિનો અંત આવે તે જરૂરી છે. પોલીસ આ બાબતે ટ્રાફિક સમસ્યા નિવારવા બહુ જ પ્રયત્નશીલ છે પરંતુ વારંવાર બાઈકો મૂકી દેતા તેઓને પણ માથાના દુખાવા સમાન લાગે છે. જેથી કરી આ બાબતો ધ્યાનમાં લઇ ઉપલા અધિકારીઓ રસ લઈ આ કામગીરીને વેગવંતી બનાવે તેવી સમાજના આગેવાનોની અને પડતી મુશ્કેલીઓનો સામનો કરનારાઓની ચાહના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here