દાહોદ જિલ્લાના ફતેપુરાના વડવાસ ગામે જૂનું પૌરાણિક શિવ મંદિર આવેલું છે. આ મંદિર ફતેપુરા થી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ છે અને ફતેપુરા તેમજ આજુ બાજુના ભક્તો આ મંદિરમાં આવે છે અને મંદિરમાં આવી પૂજા અર્ચના કરી બીલીપત્ર દૂધ અને પાણી ચઢાવી પોતાની મનોવ્યથા વ્યક્ત કરી ભગવાનના દર્શન કરે છે અને તેઓની મનોકામના પણ પુરી થાય છે. હાલ વરસાદ ન પડતા ફતેપુરા તેમજ આજુબાજુ વિસ્તારના ભક્તોએ ભોળા ભંડારી ને રીઝવવા માટે પૂજા અર્ચના કરી શિવજીને રીઝવી શિવલિંગ ડુબાડયુ હતું અને વરસાદ વહેલી તકે આવે તેવી ભોળાનાથને હાથ જોડી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.
વરસાદ ન પડતા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડવાસ ગામે નીલકંઠ મહાદેવ મંદિરના શિવલિંગને ડૂબાડવા આવ્યું
RELATED ARTICLES