Wednesday, December 11, 2024
Google search engine
HomeMahisagar - મહીસાગરવર્ષ ૨૦૧૨ ની સાલમાં દિવાળી કરવા પોતાના વતન સંતરામપુર આવતા શાહ પરીવારનું...

વર્ષ ૨૦૧૨ ની સાલમાં દિવાળી કરવા પોતાના વતન સંતરામપુર આવતા શાહ પરીવારનું અકસ્માતમાં મૃત્યુ થતાં આટલા વર્ષો બાદ એસ.ટી .તંત્રને રૂ.૭૦,૬૮,૯૦૦ /- વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો

વર્ષ ૨૦૧૨ માં તા.૧૩/૧૧/૨૦૧૨ ના રોજ સંતરામપુર નિવાસી હાર્દિકભાઈ અશ્વિનકુમાર શાહ તેમની પત્ની કેજલબેન અને દીકરી જળ સુરતથી પોતાના વતન સંતરામપુર મુકામે દિવાળીનો તહેવાર મનાવવા આવતા હતા, તે વખતે હાલોલ વડોદરા હાઇવે ઉપર એરટેલ કંપની પાસે બસ નંબર જીજે ૧૮ વાય ૪૨૪૩ ના ડ્રાઈવર દ્વારા રોંગ સાઇડ પર ગફલતભરી રીતે ગાડી હંકારી હાર્દિકભાઈની કાર પર બસ ચડાવી દેતાં કારની અંદર બેઠેલા હાર્દિકભાઈ,  કેજલબેન તથા તેમની દીકરી જળનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું. જે અંગેની વળતર અરજી મરનારના માતાપિતા અશ્વિનકુમાર દેવીલાલ શાહ તથા કલ્પનાબેન અશ્વિનકુમાર શાહે મહિસાગર જિલ્લાના મોટર એકસીડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ (લુણાવાડા) માં વળતર માટે અરજી દાખલ કરેલ હતી. જે અરજી મહિસાગર જિલ્લાના મોટર એકસીડન્ટ ટ્રીબ્યુનલ ક્લેમ નામદાર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર જજ બી.જી. દવે દ્વારા M.A.C.P. ૨૮૭૪/૨૦૧૭ કેસમાં (જળ) ના રૂપિયા ૧,૪૨,૫૦૦/-, M.A.C.P. ૨૮૭૫/૨૦૧૭ કેસમાં કેજલબેનને રૂપિયા ૭,૩૬,૪૦૦/- તથા M.A.C.P. ૨૮૭૬/૨૦૧૭ કેસમાં હાર્દિકભાઈ ને રૂપિયા ૬૧,૯૦,૦૦૦/- તથા અરજી દાખલ તારીખ થી ૭.૫૦% વ્યાજ સહિત ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસ.ટી.) ને વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે.
આ સમગ્ર કેસમાં હાર્દિકભાઈના માતપિતા અરજદાર તરફે ફતેપુરાના વકીલ પંકજકુમાર બદામીલાલ શાહ હાજર રહી ધારદાર દલીલો કરેલ હતી. અને અંતે એસ. ટી. તંત્રને કુલ રૂપિયા ૭૦,૬૮,૯૦૦/- તથા અરજી દાખલ તારીખથી ૭.૫૦% વ્યાજ સહિત વળતર ચૂકવવાનો આદેશ નામદાર કોર્ટે કરેલ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments