વિજયાદશમી નિમિતે ગરબાડામાં રાવણ દહનનો કાર્યક્રમ વાજતે ગાજતે આતશબાજી સાથે યોજાયો.

0
276

PRIYANK CHAUHAN – GARBADA

 

માં આધ્યશક્તિની આરાધનાના પાવન પર્વ આશો નવરાત્રીના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજય અને ભગવાન શ્રી રામના રાવણ પર વિજયનો દિવસ એટલે વિજયાદશમીના શુભ પર્વની ભરતભરમાં ઉજવણી કરવામાં આવે છે. વિજયાદશમી નિમિતે લોકો વાહનોની તેમજ શસ્ત્રોની પણ પૂજા કરે છે.

વિજયાદશમી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાડા ખાતે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગામના ઉત્સાહી યુવાનો પાછલા કેટલાક દિવસથી રાવણનું પૂતળું બનાવવાની તડામાર તૈયારીઓ કરતાં હતા અને આ યુવાનો દ્વારા આશરે પંદરેક ફુટ જેટલું ઊંચું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું અને આજરોજ ઢળતી સાંજે સંધ્યાકાળે તળાવ કિનારે ડીજે ના તાલે વાજતે ગાજતે અને આતશબાજી સાથે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ રાવણ દહનનો કાર્યક્રમ જોવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જે તસ્વીરોમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here