વિરમગામનાં સચાણામાં નિરમા કંપની બહાર પત્નીને સાથે વાત કરવા બાબતે પતિનો છરી વડે હુમલો, પત્ની અને અન્ય મહિલા ગંભીર ઇજાગ્રસ્ત, આરોપી પતિ ફરાર

0
183
PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ઓગણ ગામમા રહેતી અને સચાણા ગામ પાસે આવેલી નિરમા કંપનીમા કામ કરતી હેતલ (પિતા-નાગરભાઇ સોલંકી) ના લગ્ન સાણંદના માણકોલ ગામમાં રહેતા વિનોદભાઇ પીતાંબર સોલંકી સાથે થયા હતા. છેલ્લા ઘણા સમયથી યુવતી તેના પિતાના ઘેર રહેતી અને સચાણા ગામ પાસે આવેલ નિરમા કંપનીમાં કામ કરતી હતી ત્યારે ગઇ કાલે યુવતી નોકરી પુરી કરી બહાર નીકળી ત્યારે આરોપી પતિ વિનોદ સોલંકીએ પોતાની પત્નીને બે મિનીટ મારી સાથે વાત કરવા બાબતે બોલાવતાં પત્નિએ ના પાડતાં આરોપી પતિ ઉશ્કેરાઇને ગાળો બોલી છરી વડે પોતાની પત્ની હેતલને જાનથી મારી નાખવાના ઇરાદે માથના તથા અલગ અલગ 5 જગ્યાઓએ  છરીના ઘા મારી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી ત્યારે આ તકરારમા યુવતીને છોડાવવા ગયેલ અમરતબેન મનુભાઇ ગોહીલ તેમણે પણ આરોપી વિનોદે પગના ભાગે સાથળમા ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આરોપી ત્યાથી નાશી છુટ્યો હતો.  આ સમગ્ર મામલાની ફરીયાદ પત્ની હેતલે પોતાના પતિ વિનોદ પિતામ્બર સોલંકી વિરૂધ્ધ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here