વિરમગામના ઓગણ પ્રાથમિક શાળામાં 250 થી વઘુ વિઘાર્થીઓને વિનામૂલ્યે ગણવેશનુ વિતરણ કરવામાં આવ્યું

0
63

 

 

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ઓગણ ગામના સેવાભાવી એવા સ્વ.ગોવિંદભાઇ સવાભાઇ ચાવડા પરિવાર દ્વારા ઘણા વર્ષોથી ગામ અને ગામની શાળા માટે ઘણી સેવાઓ આપતા હોય છે ત્યારે આજ રોજ ચાવડા પરિવારના ગણપતભાઇ અને કરશનભાઇ (દિનેશભાઇ) ચાવડા બંને ભાઇ દ્વારા ઓગણ પ્રાથમિક શાળામાં 278 જેટલા વિઘાર્થીઓને શાળાનો ગણવેશ વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્વ.ગોવિંદભાઇ ચાવડાના પરિવારના કરસનભાઈ ચાવડા, CRC ભરતભાઇ પટેલ, આચાર્ય જાનકીબેન પટેલ, શાળાના શિક્ષકો, વાલીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વિઘાર્થીઓને બે જોડી શાળાનો ગણવેશ વિનામૂલ્યે આપવામા આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિઘાર્થીઓને સારા શિક્ષણની સાથે સુવિઘા મળી રહે તેવુ વાતાવરણ ઉભુ કરાયું હતું. ઓગણ ગામના તમામ આગેવાનો તેમજ શાળાના આચાર્ય શિક્ષકોએ ભણીગણીને આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here