વિરમગામના કરકથલ ગામે સિઘ્ઘી વિનાયક સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળામા વિઘાર્થીઓની માર્ગદર્શન શીબીર યોજાઇ

0
311
piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરામગામ તાલુકાના કરકથલ ગામમાં સિઘ્ઘી વિનાયક સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કથકથલ દ્વારા ગામ ની 100% પરીણામ લાવતી  પ્રતિષ્ઠીત કે. એસ. બી. વિઘાલય ના ઘો-10 અને ઘો-12 ના વિઘાર્થીઓની માર્ગદર્શન શિબીર અને પરિક્ષાની શુભેચ્છા કાર્યક્રમ શુક્રવાર ના રોજ 11 કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અથિતી તરીકે પ્રશસ્તિબેન પારીક (પ્રાંત અઘિકારી, વિરમગામ) હાજર રહ્યા હતા. 
વિશેષમા શાળાના આચાર્ય પ્રવિણસિંહ, અમદાવાદ જિલ્લા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન ડાહ્યાભાઈ પરમાર, બારડ સાહેબ,  તેમજ શાળાના વિઘાર્થી ગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિરમગામ પ્રાંત અઘિકારીએ ઘો-10 અને ઘો-12 ના વિઘાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અને શાળા ના ઘો-10 ,12 ના વિઘાર્થીઓને નોટબુક, પેન અને ચોકલેટ અર્પણ કર્યા હતા. સાથેજ વિરમગામ પ્રાંત અઘિકારીએ શાળા ની માહિતી લઇ જાણકારી મેળવી હતી. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સિઘ્ઘી વિનાયક સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કથકથલ સંસ્થાના હરીભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here