વિરમગામના ઘારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલને હાઇકમાન્ડનું તેડું, આજે દિલ્હી ખાતે રાહુલ ગાંધી સાથે બેઠક

0
152
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
 
કોંગ્રેસ માટે આ વખતે ‘કરો યા મરો જેવી સ્થિતિ’
આગામી વિધાનસભાની ચૂંટણીને ઘ્યાનમા લઇને દિલ્હી ખાતે કોંગ્રેસ હાઇકમાન્ડે વિરમગામના ઘારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલને આજરોજ બોલાવ્યા છે. જેમાં આજરોજ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના આગેવાનો સાથે ચૂંટણી લક્ષી રણનીતિ બનાવવા માટે મહત્વની બેઠક મળવાની છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને ઘ્યાનમા લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિત વિરમગામના મહિલા ઘારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓને દિલ્હી ખાતે કોંગ્રેસ હાઇકમાન્ડ બોલાવ્યા છે. આ બેઠકમા ગુજરાત વિઘાનસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા તેમજ સંગઠનને મજબૂત બનાવવા સહિતના મુદ્દે મહત્વની બેઠક યોજાવાની છે. એમ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ત્યાંરે બીજી બાજુ  ગુજરાત વિઘાનસભાના ચિત્રની વાત કરીએ તો હાલનુ ગુજરાતમા કોંગ્રેસનું ચિત્ર દિવસે ઝાંખુ પડતું જાય તેમ લાગી રહ્યું છે અને કોંગ્રેસ માટે આ વખતે કરો યા મરો જેવી સ્થિતિ સર્જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here