વિરમગામના વીરપુર વીડ પાંજરાપોળમાં બિમાર પશુઓની માવજત બાબતે બેદરકારી દૂર કરવા ચામુંડા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રાંત અઘિકારી, મામલતદાર અને પાંજરાપોળ ટ્રસ્ટીને આવેદનપત્ર આપ્યુ

0
239

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ચંદ્નનગરી ગામ પાસે આવેલા વીરપુર વીડ પાંજરાપોળમા રાખવામાં આવેલા પશુઓની માવજત તેમજ બિમાર પશુઓ પર રખાતી બેદરકારી બાબતે દૂર કરવા બાબતે વિરમગામ શહેરના યુવાનો નુ ચાંમુડા સમાજ સેવા ટ્રસ્ટ વિરમગામએ પ્રાંત અઘિકારી, મામલતદાર અને વિરમગામ પાંજરાપોળ ટ્રસ્ટીઓને આવેદન પત્ર આપ્યુ હતુ.

વઘુમાં જણાવાયું હતું કે આ પાંજરાપોળમા રખાતી બેદરકારી દૂર કરવામા નહિ આવે તો દિવસ 10મા સરકારશ્રીને સીઘી ફરીયાદ તેમજ નામદાર કોર્ટમા જાહેર હીતની અરજી કરવાની ચીમકી ઉચ્ચારી છે. આવેદનપત્રમા જણાવાયું છે કે વિરપુર વીડ પાંજરાપોળમા ગાયો માટે પીવાની પરબ શેડ જર્જરીત હાલત મા છે, બિમાર પશુઓ માટે કાયમી ડોક્ટર નીમણૂંક કરવી, પશુઓ માટે ઘાસચારો તેમજ પાણી પીવા માટે યોગ્ય વ્યવસ્થા નથી તે પૂરી પાડવાં, સમગ્ર પાંજરાપોળમા લાઇટીંગની વ્યવસ્થા નથી તે પૂરી કરવી, મરણ પશુઓનું તેમજ પશુ આવક-જાવક રજીસ્ટર પણ વ્યવસ્થા કરવામાં આવે, પ્રસુતિ પામેલા પશુઓ માટેની અલગ વ્યવસ્થા આપવી, તેમજ ચોમાસા દરમિયાન થતા કાદવ-કિંચડ ન થાય તેની તકેદારી રાખવી વગેરે વિવિઘ મુદ્દાઓ સાથે

PERSONA PLUZ શ્રી ચામુંડા સમાજ સેવા ટ્રસ્ટના ભાવેશ પટેલ, સંદિપ શેઠ, કેતન પટેલ, ભાવેશ પટેલ, મયૂર પટેલ, ભાવષાર રીતેશ, જિજ્ઞેશ હંસોરા સહિતના યુવાનોએ આવેદનપત્ર આપ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here