વિરમગામના હાંસલપુર ગામ પાસે જારના સૂકા પૂળાંમા લાગી આગ, લાખો રૂપિયાના પૂળાં બળી ને ખાખ

0
476
 piyush-gajjar-viramgamlogo-newstok-272-150x53(1)PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામના હાંસલપુર GIDC સામે રહેણાંક વિસ્તારની પાસે જારના પુળામાં શોટસર્કીટનાં લીઘે આગ લાગી હતી. આગ લાગવાથી આજુબાજુના વિસ્તારમાં ઘૂમાડાના ગોટેગોટા ફેલાયા હતાં. આગથી આજુબાજુનાં રહેણાંક વિસ્તારમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ વિરમગામ નગરપાલિકાના ફાયરફાઇટરને કરાતાં ઘટનાસ્થળે નગરપાલિકા અને વિરમગામ આઇ.ઓ.સી.ના કુલ 3 ફાયરફાઇટ આગ ઓલવવામાં કામે લાગ્યાં હતાં. 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાયો હતો.
આગથી લાખો રૂપિયા ના પૂળા બળી ને ખાખ થતાં લાખો રૂપિયા નૂકશાન થવાં પામ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here