વિરમગામની ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી 

0
21
વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં આવેલ જાણીતી શૈક્ષણીક સંસ્થા ઇન્ડિયન પબ્લિક સ્કુલ (આઇ.પી.એસ. સ્કુલ) ખાતે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવા આવી. આઇ.પી.એસ. સ્કુલ ખાતે શનિવારે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યાં હતાં, જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત વાલીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શાળાના વર્ષિકોત્સવમાં (એન્યુઅલ ડે સેલિબ્રેશન) ભાગ લેનારા વિદ્યાર્થીઓને આઇ.પી.એસ. શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આઈ.પી.એસ. શાળાના એન્યુઅલ ડે સેલિબ્રેશનમા જવાહર નવોદય વિદ્યાલયના રશ્મિ દિક્ષીત, મનોજસિંગ, ભરત રાવત ઉપસ્થિત રહ્યા હતા. એન્યુઅલ ડે સેલિબ્રેશન કાર્યક્રમને આમંત્રણ મહેમાનો ઉપરાંત નગરજનોએ ઉપસ્થિત રહીને માણ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આઇ.પી.એસ. સ્કુલ ખાતે સ્પોર્ટ્સ સંકુલની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્પોર્ટસ માટેની વિદ્યાર્થીઓને રેગ્યુલર ટ્રેનીંગ આપવામાં આવે છે. આ ઉપરાંત કરાટેની વિશેષ ટ્રેનીંગ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પોતાની ઋચી પ્રમાણેની વિવિધ પ્રવૃત્તિઓની તૈયારીઓ પણ કરાવવામાં આવે છે. શાળાના એન્યુઅલ ડે સેલિબ્રેશનને સફળ બનાવવા માટે આશિષભાઇ શેઠ સહીત સંચાલક, આચાર્ય, શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here